RCB ચેમ્પિયન બનતાં વિરાટએ કર્યો વીડિયો કોલ
નવી દિલ્હી, સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે વિમેન્સ પ્રીમિયર લીગ ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો હતો. જે કામ પુરૂષોની ટીમ ન કરી શકી તે કામ મહિલા ટીમે કર્યું. આરસીબીએ ટાઇટલ જીતતાની સાથે જ વિરાટ કોહલીએ પણ વીડિયો કોલ દ્વારા ટીમના સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.
વિરાટે મંધાના સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. તે ક્ષણ જોવા જેવી હતી જ્યારે વિરાટ મંધાનાને અભિનંદન આપી રહ્યો હતો. મંધાનાના ચહેરા પર ચેમ્પિયનની ખુશી હતી. વિરાટ રવિવારે જ લંડનથી ભારત પરત ફર્યો હતો. આરસીબી ચેમ્પિયન બનતાની સાથે જ તેણે સોશિયલ મીડિયા પર સુપરવુમન લખીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. વિરાટે ટીમના ખેલાડીઓના ખૂબ વખાણ કર્યા.
વિરાટ કોહલીએ પોતાની કપ્તાની હેઠળ ૨૦૧૬માં આરસીબીને આઈપીએલની ફાઇનલમાં પહોંચાડી હતી પરંતુ ત્યારબાદ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી ગઈ હતી. ત્યારબાદ ડેવિડ વોર્નરની કપ્તાનીવાળી એસઆરએચ ટીમે આરસીબીને ખિતાબથી રોકી હતી. હાલમાં આઈપીએલમાં આરસીબી ટીમની કમાન દક્ષિણ આફ્રિકાના ફાફ ડુપ્લેસીના હાથમાં છે.SS1MS