૧૩ વર્ષની સગીરા પર દુષ્કર્મ કર્યા બાદ જન્મેલા બાળકને વેચી નાંખ્યું
જસદણ પાસેના ગામની જધન્ય ઘટનાઃ ફરિયાદ દાખલ
રાજકોટ, રાજકોટ જીલ્લાના જસદણના એક ગામે ૧૩ વર્ષની સગીરા પર કૌટુંબીક ભાઈ તથા કાકાએ બળાત્કાર ગુજાયો હતો. બાદમાં સગીરા ગર્ભવતી બન્યા બાળકને જન્મ આપ્યો હતો. જોકે કાકા-ભત્રીજાએ આ બાળકને કમળાપુર ગામે વેચી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે સગીરાના માતાપિતાએ તુરંત પોલીસનો સંપર્ક કરતાં કાકા-ભત્રીજા અને તબીબને સકંજામાં લઈ પોકસો, દુષ્કર્મ પુરાવાનો નાશ કરવો અને ધમકી સહીતની કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.
મહીલાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ ૧૩ વર્ષની દીકરી થોડા દિવસો પહેલા પેટમાં દુખાવો થતાં તેઓને હોસ્પિટલે લઈ ગયા હતા. જયાં સગીરા ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું. સગીરા પર કૌટુંબીક ભાઈ તથા કાકા મનીષ અને અનીલે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સગીરાની આકરી પુછપરછમાં ખુલ્યું હતું.
આ મામલે આરોપીઓ કુટુંબના જ વ્યકિતઓ હોવાથી મામલો રફેદેફે કરવા માટે મુકેશે તુરંત ગામમાં રહેતા કિલનીકલ ધરાવતા ડો.ઘનશ્યામ રાદડીયાનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ મુકેશે સગીરાના માતા પીતાને ધમકી આપી હતી અને મુકેશ અને સગીરાના માતાપીતા સગીરાને શ્રીજી કિલનીકમાં ડો.રાદડીયાએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ સગીરાને અને તેમના માતાપીતાને ઘરે મોકલી દીધા હતા. જયારે ડો. રાદડીયા અને મુકેશે આ બાળક કમળાપુરમાં રહેતા એક દંપતીને વેચી દીધું હતું. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ડો. રાદડીયા સહીત ત્રણ વ્યકિતને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે.