1 એપ્રિલ પછી દસ્તાવેજ કરાવવાનો હોય તો વાંચી લોઃ નવા નિયમો લાગુ થશે

દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, નંબર આપવા ફરજીયાત-દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ આપવા પડશેઃ નવા નિયમના અમલ માટે તંત્ર સજજ
(એજન્સી)વડોદરા, તા.૧ એપ્રિલથી રાજયભરમાં દસ્તાવેજ નોધણીના નિયમમાં ફેરફાર કરતો પરીપત્ર નોધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ડટ ઓફ સ્ટેમ્પસની કચેરી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ ફેરફારમાં હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઈલ નંબર આપવા ફરજીયાત દર્શાવાયું છે.
આ અંગેસુત્રોએ જણાવ્યું હતું કે, દસ્તાવેજ નોધણી સમયે અત્યાર સુધી કોઈપણ દસ્તાવેજ રજુ કરતી વ્યકિતએ દસ્તાવેજ ઉપર પોતાની પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આંગળાની છાપ લગાડવાની તેમજ નોધણી અર્થે રજુ થતા સ્થાવર મીલકતની તબદીલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ સાઈઝના ફોટા લગાડવાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે આ જોગવાઈમાં જરૂરી સુધારા કરવાના હોવાથી નવી સુચનાઓ રાજયની દરેક સબ રજીસ્ટ્રાર કચેરીઓને આપવામાં આવી છે.
મહેસુલ વિભાગ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા પરીપત્રમાં જણાવ્યુ છે. કે અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું વ્યવસાયય અને મોબાઈલ નંબરની નોધણી કરવામાં આવતી ન હતી. પરંતુ હવે તા.૧ એપ્રિલથી દસ્તાવેજ નોધણીમાં દસ્તાવેજ તૈયાર કરનારનું નામ સરનામું વ્યવસાય અને મોબાઈલ નંબર ફરજીયાત કરવામાં આવ્યા છે.
આ મહેસુલ વિભાગના તાબામા આવતા નોધણી સર નીરીક્ષક અને સુપ્રીટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસની કચેરી દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા દસ્તાવેજ નોધણી વખતે તૈયાર કરનારની ઓળખ માટેના નવા નિયમો કેટલાંક વકીલો દ્વારાર વિરોધ કરવામાં આવ્યો હતો.દસ્તાવેજ નોધણીની પ્રક્રિયામાં હવે અનેક વકીલો મધ્યસ્થી બનીને કામગીરી કરતાં તેઓની ઓળખ છતી થતી હોવાથી તેને અટકાવવા માટે ગાંધીનગર જઈને રજુઆત કરી હતી.
બોગસ દસ્તાવેજો થતા રોકવા માટે મોડે મોડે તંત્ર જાગ્યું
રાજયમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સ્થાવર મીલકતની તબદીલી સંબંધીત નોધણી થતા દસ્તાવેજોમાં મુળ માલીકોને બદલે બેનામી માણસોને મિલકતના મુળ માલીકો તરીકે રજુ કરી બોગસ દસ્તાવેજોની નોધણી થવાની ઘટનાઓ ધ્યાને આવી હતી.
તંત્રને મોડેજ્ઞાન આવ્યું હતું અને આ અંગે બચાવ કર્યો હતો કે આવા બનાવટી દસ્તાવેજો અને બોગસ દસ્તાવેજો રદ કરાવવા માટે મિલકતના મુળ માલીકોએ ન્યાયીક પ્રક્રિયાના નિવારણ માટે નાણાં અને સમયનો વ્યય થતો હતો જેથી આવા બોગસ તેમજ બનાવટી દસ્તાવેજોની નોધણીના કિસ્સા નિવારવા માટે સુધારા કરવા જરૂરી હતાં.