આ કારણસર ભારત દેશની વસ્તીમાં ઘટાડો થવાનું શરૂ થઈ જશે
શિક્ષિત મહિલાઓની સંતાન પ્રાપ્તિમાં ઉદાસીનતા વસ્તી માટે ભયજનક
‘બમણી આવક નહીં, બાળકો-શહેરી વિસ્તારોમાં ઉચ્ચ આવક ધરાવતા વિસ્તારોમાં જીવનની નવી રીત ઉભરી રહી છે અને તે શિક્ષિત અને ઉચ્ચ શિક્ષિત લોકોમાં વધુ પ્રચલિત છે
થોડા સમય પહેલા એક મહત્વના સમાચારે દરેકનું એટલું ધ્યાન ખેંચ્યું ન હતું જેટલું હોવું જોઈએ. કારણ કે તે ભવિષ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આ સમાચાર ભારતના કુલ પ્રજનન દર સાથે સંબંધિત હતા જે ર૦રરમાં ઘટીને માત્ર ૧.૯૯ થઈ ગયા છે.
વસ્તી વિષયક સિદ્ધાંતો અનુસાર, જો કુલ પ્રજનન દર (એક મહિલા તેના જીવનકાળમાં જન્મ આપે છે તે બાળકોની કુલ સંખ્યા) ર.૧ થી નીચે આવે છે, તો દેશની વસ્તીમાં ઘટાડો થવાનું શરૂ થશે.
લાંબા સમયથી ભારતમાં વધતી વસ્તીને બોજ તરીકે જોવામાં આવી રહી હતી. ડેમોગ્રાફિક ટ્રાÂન્ઝશન થિયરી મુજબ, આ સ્થિતિ ત્યારે ઉભી થાય છે જયારે દેશ હજુ પણ અવિકસિત છે, પરંતુ તબીબી ક્ષેત્રે પ્રગતિને કારણે, આરોગ્ય સુવિધાઓ વધુ સારી બને છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ પરિસ્થિતિ ત્યારે થાય છે જયારે ઔદ્યોગિક ક્રાંતિ પહેલા તબીબી ક્રાંતિ આવે છે.
આ કારણે દેશમાં જન્મ દર ખૂબ જ વધે છે જયારે મૃત્યુદર ઝડપથી ઘટી રહ્યો છે. તેની અસર એ છે કે વસ્તી વૃદ્ધિ દર વધવા લાગે છે. આ પરિસ્થિતિ- જેને વસ્તી વિસ્ફોટ કહેવાય છે- ભારતમાં ૧૯પ૦ થી ૧૯૮૦ સુધી જોવા મળી હતી, પરંતુ ૧૯૮૦ પછી જન્મદરમાં વઘુ ઘટાડો થયો, તેથી વસ્તી વૃદ્ધિનો કુદરતી દર પણ ઘટવા લાગ્યો.
એક વર્ષથી ઓછી ઉંમરના શિશુઓના મૃત્યુદરમાં ઘટાડો વસ્તી પર મોટી અસર કરે છે. ભારતમાં તે ૧૯૮૧માં ૧૧૧.૭ પ્રતિ હજારથી ઘટીને ૧૯૯૧માં ૮૬.૬ પ્રતિ હજાર, ર૦૦૧માં ૬૪.પ પ્રતિ હજાર અને ર૦૧૧માં માત્ર ૪૩.ર પ્રતિ હજાર થઈ ગયો છે. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ડેટા અનુસાર, ર૦રરમાં તે ઘટીને માત્ર ર૭.૭ પ્રતિ હજાર થઈ ગયો છે.
વસ્તી નિષ્ણાતો કહે છે કે, આનાથી દેશને એક નવી તક મળી. નીચા શિશુ મૃત્યુ દરને કારણે દેશમાં યુવાનોની વસ્તી સતત વધવા લાગી, આ ઘટનાને ડેમોગ્રાફિક ડિવિડન્ડ (લાભ) તરીકે ઓળખવામાં આવે છે. ર૦૦૧ના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં યુવાનોની વસ્તી (૧પ થી ૩પ વર્ષની વયની) કુલ વસ્તીના ૩૩.૮૦ ટકા હતી જે ર૦૧૧માં વધીને ૩૪.૮પ ટકા થઈ ગઈ હતી.
હાલમાં તે કુલ વસ્તીના ૩પ.૩ ટકાથી વધુ છે. જયારે આપણે એકંદર સંખ્યાઓ પર નજર કરીએ છીએ, ત્યારે તે સ્પષ્ટ થાય છે કે ભારતમાં આજે અન્ય કોઈપણ દેશની સરખામણીમાં સૌથી વધુ યુવાનો છે. વસ્તીનો આ વર્ગ દેશના સર્વગ્રાહી વિકાસમાં વધુ યોગદાન આપી શકે છે.
દરેક વ્યકિત આ સ્થિતિનો લાભ લઈને દેશને પ્રગતિના પંથે લઈ જવાની વાત કરી રહ્યો છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ સંમત થાય છે કે જો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો વસ્તી બોજ નથી. આપણે આપણી યુવા શક્તિનો સંપૂર્ણ અને કાર્યક્ષમ ઉપયોગ કરવાની જરૂર છે. અને કેન્દ્ર સરકાર તેમને રોજગારીના અવસરો પુરા પાડવાના અથાગ પ્રયાસો કરી રહી છે અને તેમાં સફળતા પણ મળી રહી છે.
મોટાભાગના “વિકસિત દેશો”માં વસ્તી વૃદ્ધિનો કુદરતી દર શૂન્યથી નીચે ગયો છે. એટલે કે તેમની વસ્તી ઘટ ીરહી છે. આવા ઘણા દેશોમાં, વસાહતીઓનું આગમન વસ્તીમાં થોડું સીંતુલન લાવે છે તેમ છતાં આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેવાની શકયતા નથી. આ દેશોમાં પ્રજનન દર વસ્તી વૃદ્ધિમાં ઘટાડો દર્શાવે છે.