ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે એક બાળક નામે પ્રકાશ નટવરભાઇ પટણી ઉ.વ.૧૧ રહે. વિજયમીલ, ઔડાના મકાન, નરોડા રોડ, અમદાવાદ ખાતે રહેતો એક બાળક બરાબર બોલી શકતો ન હોય તેવું હતું. તેમજ સામાન્ય મંદ બુધ્ધિનો હોય જેના ગુમ થવા બાબતે તેના માતા-પિતા પોલીસ સ્ટેશન આવી ખોવાઈ ગયાની ફરિયાદ કરી હતી.
બાળકના વર્ણનની વિગતો સાથે અમદાવાદ શહેર તથા આસપાસના જીલ્લાઓમાં અત્રેના પો.સ્ટેના તમામ અધિકારી તથા પોલીસ કમયચારીશ્રીઓએ પોત-પોતાના વોટ્સએપ ગ્રુપમાં તથા સોશીયલ નેટવર્ક પર ગુમ થનાર બાળકની માહિતીની બહોળી પ્રસિધ્ધી કરવામાં આવી હતી.
જેના પરિણામે ગાંધીનગર જિલ્લાના પોલિસ સ્ટેશનના ડભોડા પોલિસ સ્ટેશનના અધિકારીને ગુમ થનાર બાળકની માહિતી મોકલાવી હતી અને તેને બાલ વિકાસ ગૃહમાં સોંપવામાં આવ્યો હતો તેવી જાણકારી આપી હતી. પોલિસે બાળ વિકાસ ગૃહનો સંપર્ક કરી માતા પિતા સાથે બાળકનું મિલન કરાવ્યું હતું.