સોની ઈન્ડિયાએ હાઈ-એન્ડ ડિજિટલ સિનેમા કેમેરાની નવી પ્રોડક્ટ “બુરાનો” લોન્ચ કરી
સિંગલ કેમેરા ઓપરેટર્સ અને નાના ક્રૂ માટે બુરાનો ઉત્કૃષ્ટ સિનેમેટિક ઈમેજ અને અસાધારણ ગતિશીલતાનું સંયોજન છે
નવી દિલ્હી, કંપનીની ડિજિટલ સિનેમા કેમેરાની ટોપ લાઈન સિનેઅલ્ટાના ભાગ રૂપે નવા બુરાનો કેમેરાની જાહેરાત કરતા સોની આનંદ અનુભવે છે. નવા બુરાનોમાં એક એવું સેન્સર છે, જે વેનિસ 2 ના રંગ વિજ્ઞાન સાથે મેળ ખાય છે અને સિંગલ-કેમેરા ઓપરેટર્સ તેમજ નાના ક્રૂ માટે ખાસ રીતે ડિઝાઈન કરાયું છે. આ કેમેરામાં ઉચ્ચ ગતિશીલતા સાથે અસાધારણ ઇમેજ ક્વૉલિટીનો સંગમ છે
તેમજ ઇન-બોડી ઇમેજ સ્ટેબિલાઇઝેશન માટે પીએલ-માઉન્ટ સાથેનો વિશ્વનો પ્રથમ ડિજિટલ સિનેમા કેમેરા છે. વધુમાં, કોમ્પેક્ટ હાઉસિંગમાં પ્રથમ વખત જ ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન મિકેનિઝમની સાથે પહેલાં કરતા વધુ પાતળા ઈલેક્ટ્રોનિક રીતે અલગ ND ફિલ્ટર સ્ટ્રક્ચરનો સમાવેશ કરાયો છે, ટેક્નોલોજીની આ સિદ્ધિ અગાઉ ક્યારેય હાંસલ કરી શકાઈ નથી. PL લેન્સ માઉન્ટને દૂર કરતી વખતે, કૅમેરાને ઇ-માઉન્ટ લેન્સ સાથે ઉપયોગ કરી શકાય છે અને ઝડપી હાઇબ્રિડ AF અને સબ્જેક્ટ રેકગ્નિશન AFને સપોર્ટ કરે છે, જે ફાસ્ટ મૂવિંગ વસ્તુઓ માટે પણ બંધ બેસે છે.
વેનિસ કેમેરાના બહોળા પ્રમાણમાં પ્રશંસનીય રંગ વિજ્ઞાનનો ઉપયોગ કરીને, બુરાનોમાં 8.6K ફુલ-ફ્રેમ સેન્સર છે, જે વેનિસ 2ની મોટાભાગની વિશિષ્ટતાઓ દર્શાવે છે, જે તેને તમામ પ્રકારના પ્રોડક્શનમાં તે કેમેરાની સાથે કામ કરવા સક્ષમ બનાવે છે. સેન્સરમાં 800 અને 3200ના ડ્યુઅલ બેઝ ISO તેમજ લેટિટ્યુડના 16 સ્ટોપ છે, જે અત્યંત પડકારજનક લાઇટિંગની પરિસ્થિતિઓમાં પણ અદભૂત ઈમેજનું સર્જન કરે છે.
સોનીના ફુલ-ફ્રેમ સિનેમા લાઇનના તમામ કેમેરાની જેમ, બુરાનોમાં પણ ફૂલ-ફ્રેમ, સુપર 35 પર શૂટ કરવાની ક્ષમતા હશે અને તેમાં એનામોર્ફિક લેન્સ માટે ડી-સ્ક્વિઝ ફંક્શન પણ હશે. તે ફ્રેમના રેટ પર પણ શૂટ કરી શકે છે, જેમાં 30 ફ્રેમ પ્રતિ સેકન્ડના દરે 8K, 60 ફ્રેમ પ્રતિ સેકન્ડ પર 6K અથવા 120 ફ્રેમ પ્રતિ સેકન્ડના દરે 4Kનો સમાવેશ થાય છે. ઉચ્ચ ગતિશીલતા માટે બુરાનોમાં કોમ્પેક્ટ અને વજનમાં હળવી બોડી છે,
જે VENICE 2 કેમેરા કરતાં લગભગ 32mm નાનું અને 1.4 કિલોગ્રામ હળવું છે. બુરાનો મેગ્નેશિયમના મજબૂત ચેસિસમાં આવે છે, જે તેને સૌથી પડકારજનક વાતાવરણમાં ફિલ્માંકન માટે યોગ્ય બનાવે છે. પર્યાવરણ પ્રત્યે સભાન રહેવાના સોનીના પ્રયાસોના ભાગરૂપે કેમેરા અને સહાયક પેકેજિંગ બેગની સામગ્રી પ્લાસ્ટિકને બદલે વનસ્પતિ આધારિત સેલ્યુલોઝમાંથી તૈયાર કરવામાં આવે છે. તદુપરાંત, કેમેરા પર મોલ્ડેડ પલ્પ કુશનનો ઉપયોગ ગાદીની સામગ્રી તરીકે થાય છે, આમ તેમાં એક્સપાન્ડેડ પોલિસ્ટરીનનો ઉપયોગ કરવામાં નથી આવતો.
બુરાનો ઇન-બોડી ઇમેજ સ્ટેબેલાઇઝેશનને સપોર્ટ માટે PL-માઉન્ટ સાથેનો વિશ્વનો પ્રથમ ડિજિટલ સિનેમા કેમેરા છે. નવી વિકસિત ઇમેજ સ્ટેબિલાઇઝેશન મિકેનિઝમ અને કંટ્રોલ એલ્ગોરિધમ, જે Alpha™ શ્રેણીમાં મિરરલેસ ઇન્ટરચેન્જેબલ-લેન્સ કેમેરામાં વિકસિત કરવામાં એડવાન્સ્ડ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે,
ઈ માઉન્ટ કે પીએલ માઉન્ટ લેન્સ સાથે શૂટ કરતી વખતે કેમેરાને હાથમાં રાખીને કે ચાલતી વખતે શૂટ કરતી વખતે કેમેરાની અનિચ્છનીય હિલચાલને સુધારી શકાય છે. બુરાનો 0.6 થી 2.1 સુધીના ઇલેક્ટ્રોનિક વેરિયેબલ ND ફિલ્ટરથી સજ્જ છે, જે લાઇટિંગની જુદી જુદી પરિસ્થિતિઓમાં સરળ રીતે અનુકૂલન સાધી શકે છે. વધુમાં, ઇલેક્ટ્રોનિક વેરિએબલ એનડી ફિલ્ટર આઇરિસ સાથે ફિલ્ડની ઊંડાઈને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે અને ફિલ્ડની ઊંડાઈમાં ફેરફાર કર્યા વિના મહત્તમ એક્સપોઝરને સમાયોજિત કરે છે.
70થી વધુ ઇ-માઉન્ટ લેન્સ Alpha™ તેમજ ફાસ્ટ હાઇબ્રિડ AF સાથે વિકસિત કરવામાં આવેલા ઉત્કૃષ્ટ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફંક્શનનો ઉપયોગ કરી શકે છે, ફાસ્ટ હાઇબ્રિડ AFમાં ફેઝ ડિટેક્શન અને કોન્ટ્રાસ્ટ ડિટેક્શન પદ્ધતિના ફાયદાઓનો સમાવેશ થાય છે અને AI નો ઉપયોગ કરીને ઉચ્ચ-ચોક્કસાઇવાળા સબ્જેક્ટ રેકગ્નિશન AF સાથે પણ તે સુસંગત છે. ઇ-માઉન્ટ લેન્સનો ઉપયોગ કરવાથી કેમેરાનું વજન અને કદ પણ ઘટે છે.
પીએલ એડપ્ટર સાથે 2.9 કિલોગ્રામ વજન ધરાવતો બુરાનો સોનીના ટોપ-ઓફ-ધ-લાઇન વેનિસ 2 ડિજિટલ સિનેમા કેમેરા કરતાં આશરે 33% હળવો છે – હાથમાં પકડીને કે ખભા પર મૂકીને શૂટિંગ કરતી વખતે તેમજ મોબાઈલ સ્ટેન્ડ, ડ્રોન,ક્રેન અને જિબના ઉપયોગ દરમિયાન આ એક નોંધપાત્ર ફાયદો છે. ફિલ્મ નિર્માતા સમુદાયના પ્રતિભાવોના આધારે બુરાનોની ડિઝાઇનમાં સુધારા પણ કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, તમામ મેનુ બટન કેમેરા ઓપરેટરની બાજુએ આપવામાં આવ્યા છે.
વધુમાં, આસપાસના ક્રૂ માટે શૂટિંગની સ્થિતિ તપાસવાના કામને સરળ બનાવવા માટે ત્રણ જગ્યાએ ટેલી લેમ્પ મૂકવામાં આવ્યા છે. 3.5-ઇંચ મલ્ટી-ફંક્શન LCD મોનિટરનો ઉપયોગ ટચ ફોકસ અથવા મેનૂ નિયંત્રણ માટે વ્યુફાઇન્ડર તરીકે કરી શકાય છે. બુરાનો વૈકલ્પિક મજબૂત ટી-હેન્ડલ, વ્યુફાઈન્ડર આર્મ, બે 3-પિન XLR ઑડિયો ઇનપુટ્સ અને હેડફોન ટર્મિનલ (સ્ટીરિયો મિનીજેક)થી પણ સજ્જ છે, જે એક વ્યક્તિ દ્વારા સંચાલન માટે કેમેરાને અનુકૂળ બનાવે છે.
કિંમત અને ઉપલબ્ધતા –8.6K ઇમેજ સેન્સર સાથેના બુરાનો ડિજિટલ સિનેમા કેમેરા માટેનું બુકિંગ 19 માર્ચ 2024થી શરૂ થશે, કૅમેરા એપ્રિલ 2024ના પહેલા સપ્તાહથી રૂપિયા 37,69,990/-માં ઉપલબ્ધ બનશે.
સોનીએ એક ખાસ બંડલ ઓફરની પણ જાહેરાત કરી છે, જેમાં બુરાનોની ખરીદી સાથે રૂપિયા 2,61,570/-ની કિંમતના CFexpress Type B મેમરી કાર્ડ 960GB (CEB-G960T)ના 2 યુનિટ અને મેમરી કાર્ડ રીડર (MRW-G1)નું એક યુનિટ બિલકુલ મફતમાં આપવામાં આવશે.