રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ
નવી દિલ્હી, તમે એવી ઘણી વસ્તુઓ વિશે સાંભળ્યું જ હશે, જે લોકોથી છુપાવીને રાખવામાં આવે છે. વળી, અમુક એવી વસ્તુ પણ છે, જેને છુપાવીને તો રાખવામાં આવે છે પરંતુ, તેમ છતાં તે સામે આવી જાય છે. ઘણીવાર આ કોઈ ખજાનો અથવા પ્રાચીન મહત્વ ધરાવતી વસ્તુ હોય છે.
પરંતુ તમે ક્યારેય કોઈ પ્રાકૃતિક વસ્તુની છુપાવવાની ઘટના વિશે સાંભળ્યું છે? ઈતિહાસમાં આવી અનેક ઘટનાઓ છુપાયેલી છે, જેના વિશે સાંભળીને તમને અજીબ લાગશે. આવી જ એક ઘટના છે જેમાં પહાડને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે બધાની નજર સામે આવી ગયો. આ પર્વત હજુ પણ હોક્કાઇડો ટાપુના શિકોત્સુ -ટોયા નેશનલ પાર્ક માં છે, જેને શોવા શિંઝાન કહેવામાં આવે છે.
૨૮ ડિસેમ્બર, ૧૯૪૩ના રોજ, જાપાનમાં ઘઉંના ખેતરમાં એક વિચિત્ર પહાડ બની ગયો. જે ધીમે ધીમે વધવા લાગ્યો. શોહા-શીન્ઝન નામનો આ જ્વાળામુખી લગભગ ૪૦૦ મીટર ઊંચો છે.
શરૂઆતમાં જાપાની અધિકારીઓએ તેને સંતાડવાનો પ્રયત્ન કર્યો કારણકે, તે બીજા વિશ્વયુદ્ધની વચ્ચેનો સમય હતો. તે નહતાં ઈચ્છતા કે આ વાત ફેલાય અને તેની સાથે અંધવિશ્વાસથી જોડાયેલી કોઈ માન્યતા બંધાઈ જાય.
જોકે, મસાઓ મિમાત્સુ નામના એક પોસ્ટમાસ્ટરે તેને નોટિસ કરી લીધું હતું અને તેના પર ઉંડાણપૂર્વક અધ્યયન પણ કરવામાં આવ્યું અને તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર રજૂ કર્યુ.
ત્યારે આ પહાડ બધાની નજરમાં આવ્યો. જ્યારે મસાઓ મિમાત્સુએ શોવા શિંઝાન નામના આ પર્વતને જોયો, ત્યારે તેણે તેનો એક ચાર્ટ બનાવ્યો અને તેમાં પર્વતની વૃદ્ધિની ગતિ લખી. તેમણે માત્ર સ્કેચ દ્વારા પર્વતની રચનાની પ્રક્રિયા બતાવી અને તેને ૧૯૪૮માં વર્લ્ડ વોલ્કેનો કોન્ફરન્સમાં રજૂ કરી. તેમના પેપર્સને અહીં મિમાત્સુ ડાયગ્રામ કહેવામાં આવ્યા અને તેને તેના માટે ઓર્ડર પણ આપવામાં આવ્યો.
મિમાત્સુએ ફક્ત રિસર્ચ માટે પોતાની તમામ પૂંજી લગાવીને તેને ખરીદ્યું અને તેનો માલિક બની ગયો. બાદમાં જાપાની સરકારે તેને કુદરતી સ્મારક ઘોષિત કર્યું અને ત્યાં મિમાત્સુનું સ્ટેચુ પણ બનાવવામાં આવ્યું.SS1MS