દિલ્હીની લીકર પોલિસી બનાવવામાં કેજરીવાલ સીધા જ સામેલ હતાઃ બે વખત રોકડ ટ્રાન્સફર કરીઃ ED
AAPના કેજરીવાલ મુદ્દે કોર્ટમાં બંને પક્ષના વકીલો વચ્ચે થઈ ઉગ્ર દલીલો –કેજરીવાલ છ દિવસના રિમાન્ડ પર-લીકર પોલીસી કૌભાંડમાં કેજરીવાલની ભુમિકા મહત્વની ઃ ઈડીના વકીલોએ રજુઆત કરી ૧૦ દિવસના રિમાન્ડ માંગ્યા
(એજન્સી) નવી દિલ્હી, દિલ્હી લિકર પોલિસી કેસમાં પીએમએલએ કોર્ટે ૩ કલાકની સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ પહેલા કેજરીવાલને શુક્રવારે બપોરે ૨ વાગે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બપોરે ૨.૧૫ વાગ્યે શરૂ થઈ અને ૫.૧૫ વાગ્યા સુધી ચાલી હતી. બીજી બાજુ ધરપકડના વિરોધમાં આજે દિવસભર દેશના કેટલાક રાજયોમાં આપ ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
દિલ્હીમાં બે મંત્રીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. સાથે સાથે આ ધરપકડના વિરોધમાં વિરોધ પક્ષોનું પ્રતિનિધિ મંડળ ચુંટણીપંચને મળ્યું હતું અને ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. ઈડીએ કોર્ટમાં કેજરીવાલને રજુ કરી ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે આ સમગ્ર લીકર પોલીસી કૌભાંડમાં કેજરીવાલની મુખ્ય ભુમિકા છે.
ચોકકસ રકમ પણ તેમને મળી હતી જેમાંથી ગોવામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ તમામ વિગતો રજુ કરતા સામા પક્ષે કેજરીવાલના વકિલોએ પણ દલીલો કરી હતી. રિમાન્ડ મેળવવા માટે ઈડીના વકિલો અને કેજરીવાલના વકિલો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી જેના પગલે મોડી સાંજ સુધી રિમાન્ડ અંગેનો ચુકાદો આપવો શક્ય બન્યો ન હતો. કેજરીવાલને કોર્ટમાં રજુ કરાયા ત્યારથી જ તમામની નજર કોર્ટ પર મંડાયેલી હતી. રાત્રે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલને સાત દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યાે હતો.
ઈડીએ ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સાથે જ સીએમને આ મામલાના માસ્ટર માઈન્ડ પણ ગણાવ્યા હતા. સાથે જ દાવો કર્યો છે કે આ કેસ સાથે સંબંધિત ઘણા ઈલેક્ટ્રોનિક પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે. ઘણા ફોન તોડી નાખવામાં આવ્યા છે.
દિલ્હીની લીકર પોલિસી બનાવવામાં કેજરીવાલ સીધા જ સામેલ હતા. બે વખત રોકડ ટ્રાન્સફર કરવામાં આવી હતી. પહેલા રૂપિયા ૧૦ કરોડ અને પછી રૂપિયા ૧૫ કરોડ આપવામાં આવ્યા. કેજરીવાલ પંજાબ અને ગોવાની ચૂંટણી માટે ફંડ ઇચ્છતા હતા. ગોવાની ચૂંટણીમાં ૪૫ કરોડ રૂપિયાનો ઉપયોગ થયો હતો.
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ઈડી પાસે બધું જ છે તો ધરપકડની જરૂર કેમ પડી? ૮૦% લોકોએ કેજરીવાલના નામનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે એવું પણ કહ્યું ન હતું કે તે ક્યારેય પણ તેમને મળ્યા હતા. ઈડી વતી એડીશનલ સોલિસિટર જનરલ (છજીય્) રાજુએ અને અરવિંદ કેજરીવાલના વકીલો અભિષેક મનુ સિંઘવી, વિક્રમ ચૌધરી અને રમેશ ગુપ્તાએ તેમની દલીલો રજૂ કરી હતી. દરમિયાન વિપક્ષના નેતાઓ ચૂંટણી પંચને મળ્યા હતા. કેજરીવાલની ૨૧ માર્ચે સીએમ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમને રાત ઈડી લોકઅપમાં વિતાવી હતી.
આ પહેલા કેજરીવાલ પોતાની ધરપકડના વિરોધમાં સવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચ સામે થોડા સમય બાદ જ કેજરીવાલે સુપ્રીમ કોર્ટને અરજી પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી.
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંધવીએ કોર્ટને કહ્યું- કેજરીવાલના વકીલ જસ્ટિસ સંજીવ ખન્નાને જણાવ્યું કે ટ્રાયલ કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી સુપ્રીમ કોર્ટની સુનાવણી સાથે અથડાઈ રહી છે એટલે તેમણે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવે. ટ્રાયલ કોર્ટમાં અમે પહેલા રિમાન્ડ પ્રોસીડિંગ પર લડીશું અને પછી એક અન્ય અરજી સાથે સુપ્રીમ કોર્ટ આવીશું.
કેજરીવાલની ધરપકડના વિરોધમાં છછઁ કાર્યકર્તાઓએ દિલ્હીના ૈં્ર્ં ખાતે પ્રદર્શન કર્યું. દિલ્હી સરકારના બે મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજને પોલીસે કસ્ટડીમાં લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી સીએમ કેજરીવાલના ઘરે જઈને તેમના પરિવારને મળી શકે છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને પૂર્વ સોલિસિટર જનરલ જસ્ટિસ એન સંતોષ હેગડેએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે નિરાશ કર્યા.
જસ્ટિસ હેગડે ૧૦ વર્ષ પહેલા ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન આંદોલન દરમિયાન કેજરીવાલ સાથે હતા. જસ્ટિસ હેગડેએ કહ્યું કે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જ્યારે કોઈ સત્તામાં હોય છે ત્યારે લાલચ હેવી થઇ જાય છે. મને લાગતું હતું કે છછઁ સ્વચ્છ વહીવટ કરશે, પરંતુ એવું ન થયું. આ એક સંકેત છે કે સત્તા ભ્રષ્ટ કરે છે અને સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે ભ્રષ્ટ કરે છે. વિપક્ષના નેતાઓ ચૂંટણી પંચને મળ્યા.
આ પછી કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે તેમણે ચૂંટણી પંચને કહ્યું- કેજરીવાલની ધરપકડ એક ગંભીર અને વ્યાપક મુદ્દો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કોર્ટમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. ઈડીએ દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.