પોસ્ટ વિભાગમાં રિકરિંગ ખાતુ ખોલવાના બહાને વડોદરામાં રૂ.૩ લાખની ઠગાઈ
વડોદરા, મિત્ર તથા તેની માતા વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા વૃદ્ધ પોસ્ટ વિભાગમાં રિકરિંગ ખાતુ ખોલાવ્યું હતું જેમાં દર મહિને પાંચ હજાર ભરતા હતા અને પાકતી મુદતે ત્રણ લાખ પોસ્ટમાંથી મળશે તેવું જણાવ્યું હતું. પરંતુ વારંવાર કહેવા છતાં પાકતી મુદતે તેઓએ રૂપિયા ચુકવતા ન હતા જેથી વૃદ્ધે તપાસ કરતં ડાકોર પોસ્ટમાં તેમનું કોઈ જ ખાતું નહીં હોવાનું બહાર આવતા આખરે તેઓએ માતા-પુત્રની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
વડોદરાના માંજલપુર વિસ્તારના અલવાનાકા મહાદેવ નગરમાં રહેતા ૬૭ વર્ષના લક્ષ્મણભાઈ સહદેવભાઈ પડવાળી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યા અનુસાર ર૦૧૬માં તેમનો કોલેજના મિત્ર નીનાદ ભરતકુમાર પાઠક (રહે. પાઠક ખડકી ગોપાલપુરા ગામ તાલુકો ડાકારો) તેમને મળ્યો હતો તેમના મમ્મી સરયુબેન પોસ્ટમાં એજન્ટ તરીકે કામ કરે છે અને તેમનું કામકાજ હેન્ડલ હું કરું છું.
તેવું તેમણે કહ્યું હતું તેણે તેમ પણ જણાવ્યું હતું કે, પોસ્ટમાં રીકરીંગ ખાતુ ખોલાવી દે સારું છે જેથી નિનાદ સાથેના સારા સંબંધોના કારણે તેના પર ભરોસો રાખી રીકરીંગ યોજનામાં ઈન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું. દર મહિને પ,૦૦૦નું એકાઉન્ટ ખોલાવ્યું હતું તેના મમ્મી સરયુબેન સાથે અમારા ઘરે આવી જરૂરી ફોર્મ ભરી સહી કરાવી પ૦૦૦ રોકડા લઈને જતા રહ્યા હતા.
ત્યારબાદ એક મહિના પછી અમારા ઘરે આવી એજન્ટનં કાર્ડ આપી ગયો હતો જેમાં અમાર ું નામ એકાઉન્ટ નંબર અને દર મહિનાની તારીખ તથા રકમ અને રૂપિયા કલેકટ કર્યા અંગેની સહી હતી.તમારી પાસબુક મારી પાસે જ રહેવા દો તેમ જણાવી નિનાદ ર મહિને મારા પાસેથી પ૦૦૦ રૂપિયા લઈ સહી કરી આપતો હતો. વર્ષ ર૦૧૬ થી વર્ષ ર૦ર૧ સુધી કુલ ત્રણ લાખ ભર્યા હતા.
રિકરીંગ એકાઉન્ટની મુદત પાકતા રકમ આપવા માટે નીનાદભાઈને જણાવ્યું હતું ત્યારે તે કોઈને કોઈ બહાના બનાવતો હતો. પાસબુક ગુમ થયાનું જણાવી તેણે અમને નોટરી રૂબરૂ કરાર કરી રૂપિયા આપી દેવાની બાહેધરી આપી હતી પરંતુ તેણે રૂપિયા આપ્યા ન હતા.
આખરે આરટીઆઈથી પોસ્ટ બેંક ડાકોરમાં તેમના ખાતા નંબર આપીને રિકરીંગ ખાતાની માહીતી માંગવામાં આવી હતી જેમાં આવું કોઈ જ ખાતું નહી હોવાથી છેતરપીંડી કરાઈ હોવાનું જણાઈ આવતા આખરે લક્ષ્મણભાઈએ માંજલપુરા પોલીસ સ્ટેશનમાં માતા-પુત્રની સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.