Western Times News

Gujarati News

પોલીસે મોબાઈલ ટાવરની બેટરી ચોરતા ઈસમોને ઝડપ્યા

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) નાયબ પોલીસ મહાન નિરીક્ષક સા. શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સા. શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં ચોરીના ગુના શોધી પકડવા સારું સૂચના કરેલ હોય જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ ઈડરનાઓના માર્ગદર્શન હેઠળ વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી જે એમ રબારી તથા અહેકો હરીશભાઈ ખીમજીભાઈ,

અહેકો શૈલેષભાઈ મોતીભાઈ પટેલ, આપોકો દોલત કુમાર કેશાભાઈ તથા આપોકો કીર્તિકુમાર દશરથભાઈ વિગેરે આ દિશામાં સતત વોચ રાખી રહ્યા હતા. ત્યારે વડાલી પોલીસ સ્ટેશનમાં ૨૨- ૩ -૨૦૨૪ ના રોજ દાખલ થયેલ ફરિયાદના અનુસંધાને વડાલી તાલુકાના ડોભાડા ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બાતમી આધારે બે ઈસમો ડોભાડા ખાતે આવી પહોંચતા બંનેને ઊભા રાખી નામ પૂછતાં

તેઓ પોતાનું નામ નગીનભાઈ કચરાજી ઠાકરડા તથા શૈલેશજી ઇશ્વરજી ઠાકરડા બંને રહે હઠોજ (કિશનપુરા) તા. વડાલીના હોવાનું જણાવ્યું હતું તથા તેઓની પાસેથી મીણીયાના કોથરામાં જોતાં વાદળી રંગની બેટરી કુલ નંગ ૧૪ ની તથા એક બેટરી તૂટેલી હાલતમાં હતી જેના કોઈ આધાર પુરાવા ન આપતાં આ બેટરી બાબતે પૂછપરછ કરતાં જણાવેલ કે

આજથી દસેક દિવસ અગાઉ અમો કબોસણી ગામે ચોરી કરવાના ઇરાદે નીકળેલ અને રાત્રિના દસેક વાગ્યાના સુમારે કમ્બોસણી બસ સ્ટેન્ડ થી આગળ વેડા જતા રોડની બાજુમાં ટાવરની ઓફિસ આવેલ હોઈ બાજુની ઓરડીના દરવાજાને મારેલ તાળું તોડી ત્રણ બેટરીઓ મૂકેલી હતી જે મોટી બેટરી લઈ એમાં બંને જણા નીકળી ગયેલા

અને આગળ જઈ બેટરી નું બોક્સ ખોલતો અંદર બીજી નાની બેટરી નીકળેલ. આમ મોબાઈલ બેટરીના બે ચોરને પકડી તેઓ પાસેથી ૭૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી અનડિટેક્ટ ગુનો શોધી કાઢવામાં વડાલી પોલીસને સફળતા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.