આદિવાસીઓના મેળામાં ઉમટ્યું માનવ મહેરામણ
દાહોદ, ધાનપુરમાં યોજાયેલા ચાડિયાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું હતુ. ધુળેટીના બીજા દિવસે એકમના રોજ ધાનપુરમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ચાડિયાનો મેળો ભરાયો હતો. આ મેળામાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતુ.
જેમા આદિવાસી માંદલ અને વાજિંત્રો પર લોકો તેમજ કોંગ્રેસના સાંસદના ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડ ઝૂમી ઉઠ્યા હતા. અહીં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો પહોંચતા કીડિયારું ઉભરાયું હતુ. આ મેળાની એક રસપ્રદ પરંપરાને પણ આજે આપણે જાણીએ. આ ચાડિયાના મેળામાં માનવ પ્રતિકૃતિ જેવી ચાડિયાની આકૃતિ તૈયાર કરવામાં આવી હતી.
આ ચાડિયાની પ્રતિકૃતિ લાકડાના ટુકડામાંથી બનાવવામાં આવી હતી. તેના હાથ પગ વગેરે પર કપડું વીંટાળી તેની ટોચ પર નાળિયેર મૂકવામાં આવે. જેથી તે માનવીના માથા જેવું લાગે છે. જે પ્રતિકૃતિને સ્થાનિક લોકો ચાડિયા તરીકે ઓળખાય છે.
આ ચાડિયાને ઝાડની ટોચ પર રાખી એક વ્યક્તિને પસંદ કરીને તેને ચાડિયો છોડવાનું કહેવામાં આવે છે. વ્યક્તિ જ્યારે ઝાડ પર ચઢે છે ત્યારે તેને સ્ત્રીઓ લાકડીથી માર મારે છે. તેમ છતાં જે વ્યક્તિ ચાડિયાની પ્રતિકૃતિને છોડવામાં સફળ થાય છે. તેને તે કપડાં લઈ જવાનું કહેવામાં આવે છે.
એમાંથી વસ્ત્રો બનાવવાનું કહે છે. આદિવાસીઓમાં ખાસ કરીને ભીલો આ કપડાંને એકત્ર કરે છે. આજરોજ યોજાયેલા આ ચાડિયાના મેળામાં આદિવાસીઓ એકત્ર થઈને ઢોલના તાલે નાચગાન કરી મસ્તીમાં ઝૂમતા દેખાયા હતા. જેમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો પહોંચતા કીડિયારું ઉભરાયુ હતુ.
અત્રે ઉલ્લેખની છે કે, આ ચાડિયાનો મેળો દાહોદ જિલ્લાના ધાનપુર, દેવગઢ બારિયા તાલુકાના દભવા, સાગતાલા તેમ જ જિલ્લાના અન્ય સ્થળોએ આ લોકમેળો ભરાય છે. જેમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત આભૂષણો અને પરિધાનમાં સુજ્જ થઈ પરંપરાગત ઢોલ માંદલ તેમજ વાજિંત્રો પર ભારે હર્ષો ઉલ્લાસ સાથે મોજ મજા માણતા જોવાયા હતા.
નોંધનીય છે કે, પ્રભા તાવિયાડ મૂળ સાબરકાંઠાના ધંધાસણા ગામના વતની છે. તેઓ વ્યવસાયે ડોક્ટર છે. તેમણે અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ ખાતેથી સ્.ડ્ઢ ડ્ઢર્ય્ંની ડીગ્રી પ્રાપ્ત કરી છે. જિલ્લાના કદાવર નેતા તરીકે તેમની છાપ છે. તેમના પતિ કિશોર તાવિયાડ પણ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે.SS1MS