રાજ્યના કેટલાક જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો
નવી દિલ્હી, માર્ચની શરૂઆતથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો હાલ ૪૦ને પાર થઇ ગયો છે. આવી સ્થિતિમાં કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો છે. ગત છેલ્લા ૨૪ કલાકમાં અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.
તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો સોનગઢ શહેર અને આસપાસના ગામડામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સવારના અરસામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઝરમરીયો વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને લઈ ને ખેડૂતો માં ચિંતા જોવા મળી છે.
દક્ષિણ સોનગઢનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘૂટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિત આજુબાજુ ગામો માં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.
શહેર સહિત જિલ્લાના આસપાસના ગામડામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડ્યો હતો. ગરબાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણએ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતા. વાપી અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો.
સેલવાસના છેવાડાના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. કિલવની, ઉમરકુઈ,અને સીલી સહિત આસપાસ ના વિસ્તારમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હતી. કમોસમી વરસાદના કારણે ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. બાગાયતી પાકને પણ કમોસમી વરસાદથી નુકસાનો ભય સેવાઇ રહ્યો છે. ખાસ કરીને કેરીના ખેડૂતો કમોસમી વરસાદથી ચિંતામાં મૂકાયા છે.SS1MS