પરવીન બાબી પાછળ લટ્ટુ થઇ ગયો હતો ઓસ્ટ્રેલિયાનો એન્જીનિયર
મુંબઈ, ૯૦ ના દશકની ફિલ્મોમાં સામાન્ય રીતે એક અંગ્રેજ વિલનનો રોલ કરતા નજરે પડતો હતો. ફિલ્મ મર્દથી લઇને કાલિયા અને મિસ્ટર ઇન્ડિયા જેવી અનેક સારી ફિલ્મોમાં કામ કર્યુ. તો અમે વાત કરી રહ્યા છીએ બોબ ક્રિસ્ટોની. બોબ ભલે ફિલ્મોમાં લડાઇ ઝઘડા કરતો હોય પરંતુ રિયલ લાઇફ રોમાન્સના કિસ્સાઓ પણ જોરદાર હતા.
બોબનું ભારત આવવાન એક કિસ્સો ખૂબ રસપ્રદ હતો. એક દિવસ બોબ ક્રિસ્ટો એક મેગેઝિનમાં ફેમસ એક્ટ્રેસ પરવીન બાબીની એક તસવીર જોઇ અને જોતા રહી ગયા. પરવીનને મળવા માટેની ઇચ્છા પૂરી કરવા બોબ મુંબઇ પહોંચ્યા હતા.
ત્યારબાદનો કિસ્સો વઘારે રસપ્રગ છે. બોલિવૂડના ખતરનાક વિદેશી વિલન બોબ ક્રિસ્ટોનો જન્મ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વર્ષ ૧૯૩૮માં થયો હતો. વર્લ્ડ વોર-૨માં પિતાની સાથે જર્મની ગયા હતા. ત્યાં દાદી અને ફોઇ એમની કેર કરી. બોબ થોડા સમય પછી એક થિએટરમાં કામ કરતા રહ્યા પરંતુ આ ફિલ્ડમાં કરિયર કંઇ ખાસ બની નહીં. સિવિલ એન્જીનિયર્સમાં ભણવાનું પૂરું કર્યા પછી કરિયર બનાવ્યુ.
થિએટરમાં કામ દરમિયાન બોબની મુલાકાત હેલ્ગા સાથે થઇ જે પછી એમની જીવનસાથી બની અને પછી બાળકો થયા. પરિવારનું મસ્ત સેટલ થઇ ગયુ ત્યાં એક કાર એક્સિડન્ટમાં હેલ્ગાનું મોત થયુ. ત્યારબાદ બોબને નરગિસ નામની એક સ્ત્રી સાથે બીજા લગ્ન કર્યા.
જેમને એક દિકરો પણ થયો. ૨૦ માર્ચ ૨૦૧૧ના રોજ હાર્ટ એટેકથી બોબનું નિધન થયુ હતુ. એક વાર એક ઇન્ટરવ્યુમાં બોબ ક્રિસ્ટોએ મજેદાર કિસ્સો શેર કરતા કહ્યું હતુ કે એમને એક મેગેઝિનન કવર પેજ પર પરવીન બાબીની તસવીર જોઇને અને જોતા રહી ગયા. ત્યારબાદ મળવાની ઇચ્છા થઇ.
જ્યારે મુંબઇ આવ્યા હતા ત્યારે ચર્ચ ગેટ પાસે એમની મુલાકાત એક ફિલ્મ યુનિટ સાથે થઇ. જ્યાંથી એ વાતની જાણ થઇ કે કેમેરામેન બીજા દિવસે ફિલ્મ ધ બ‹નગ ટ્રેનના સેટ પર પરવીન બાબીને મળશે.
પછીના દિવસોમાં એમની મદદથી બોબ પરવીન બાબીને મળવા પહોંચ્યા. ત્યારે કેમેરામેને પરવીન બાબી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પાછળથી એક છોકરીનો અવાજ આવ્યો. બોબે પાછળ ફરીને જોયુ તો પરવીન બાબી હતી. બોબ એમની પાસે ગયા અને બોલ્યા કે તમે પરવીન બાબી નથી, આમ મેગેઝિનનું કવર બતાવતા કહ્યું કે આ છોકરી પરવીન છે. બોબની આ વાત સાંભળીને પરવીન થોડા સમય માટે હસતી રહી. પછી અટકી-અટકીને બોલી-ક્યારેય પણ શૂટિંગ સિવાય મેક અપ કરતી નથી.
ત્યારબાદ બન્નેની દોસ્તી થઇ. થોડા સમય પછી બોબ ક્રિસ્ટોનું નામ પરવીન સાથે જોડાયું, પરંતુ આ વાતની ક્યારેય પુષ્ટિ થઇ નથી. આગળ જતા બોબને પરવીને સાથે કામ કરવાનો મોકો મળ્યો અને બન્નેએ ફિલ્મમાં સાથે કામ કર્યું. બન્ને એકબીજાની પડોસમાં રહેતા હતા.
ઉલ્લેખનીય છે કે સૌથી પહેલાં સંજય ખાને બોબને ૧૯૮૦માં આવેલી ફિલ્મ અબદુલ્લામાં વિલનનો રોલ આપ્યો, ત્યારબાદ એમને કુર્બાની, કાલિયા, નાÂસ્તક, મર્દ, મિસ્ટર ઇન્ડિયા જેવી અનેક ફિલ્મોમાં વિલનનો રોલ પ્લે કર્યો.SS1MS