શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ BJP પાર્ટી પર કેવા આરોપો લગાવ્યા
ભાજપ એક ભ્રષ્ટ જનતા પાર્ટી છે: ઉદ્ધવ ઠાકરે
(એજન્સી)નવી દિલ્હી, ૩૧ માર્ચે એટલે કે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં સમગ્ર વિપક્ષ એકત્ર થયું હતું. જેના પહેલા ભાજપે એક પ્રેસ કોન્ફરન્સ કરી, ભાજપની આ પ્રેસ કોન્ફરન્સના જવાબમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહાર કર્યા છે. ઠાકરેએ કહ્યું કે ભાજપ ભ્રષ્ટ જનતા પાર્ટી છે.
ઉદ્ધવ ઠાકરેએ ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે જ્યારથી ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો સામે આવ્યો છે, લોકો ભાજપ એટલે ભ્રષ્ટ જનતા પાર્ટીનો અસલી ચહેરો જાણી ગયા છે. સાથે જ તેમને કહ્યું કે તે પરિવારનો મતલબ સમજતા નથી ઠાકરેએ ભાજપને સવાલ પુછતા કહ્યું કે ભાજપ જે ભ્રષ્ટાચારની વાત કરી રહી છે, પહેલા તે જણાવે કે જેટલા ભ્રષ્ટાચારના આરોપ જે નેતાઓ પર લગાવ્યા તેને પોતાની પાર્ટીમાં કેમ લઈ લીધા?
શિવસેના પર સત્તાને લઈને એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે ચૂંટણી પંચે શુક્રવારે (17 ફેબ્રુઆરી) એક મોટો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે આદેશ આપ્યો કે, પાર્ટીનું નામ “શિવસેના” અને પાર્ટીનું ચિહ્ન “ધનુષ અને તીર” એકનાથ શિંદે જૂથ પાસે જ રહેશે. એકનાથ શિંદેના બળવો અને ઉદ્ધવ ઠાકરે સરકારના પતન પછી, બંને જૂથો શિવસેનાના નામ અને ધનુષ અને તીરના મૂળ ચૂંટણી પ્રતીક પર દાવો કરી રહ્યા છે.
ઠાકરેએ ભાજપના મોદી પરિવારના નારા પર તીખો પ્રહાર કરતા કહ્યું કે પરિવારનો મતલબ જ તે નથી સમજતા, પરિવારની જવાબદારી લેવી પડે છે. તમારા પરિવારમાં સપોર્ટ, ખુરશી અને તમે છો. ઈલેક્ટોરલ બોન્ડ પર સવાલ કરતા શિવસેના પ્રમુખે કહ્યું કે જ્યારથી તેમનો રાજ ખુલી ગયો, ભ્રષ્ટ જનતા પાર્ટીનો અસલી ચહેરો સામે આવ્યો. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર હુમલો કરતા કહ્યું કે આ અસલમાં ભ્રષ્ટ જનતા પાર્ટી છે, જે પરિવારવાદનો આરોપ આ વિપક્ષના નેતાઓ પર લગાવી રહ્યા છે, તેને ખબર નથી કે પરિવાર શું હોય છે.
ઠાકરેએ કહ્યું કે જેટલા ભ્રષ્ટા ચહેરા છે તે તમામ ભાજપની સાથે છે. ભાજપે જેની પર આરોપ લગાવ્યા છે તે તમામ ભાજપની સાથે છે. તેમને આગળ કહ્યું કે તે નાની નાની પાર્ટીઓને પોતાની સાથે જોડી રહી છે. દિલ્હીમાં આજે એટલે કે ૩૧ માર્ચે સીએમ અરવિંદ કેજરીવાલની કથિત શરાબ કૌભાંડમાં થયેલી ધરપકડની વિરૂદ્ધ રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનની મહારેલી થઈ હતી.
આ રેલીમાં સામેલ થવા માટે ઉદ્ધવ ઠાકરે પણ દિલ્હી પહોંચ્યા હતા. આ રેલીનું નામ તાનાશાહી હટાવો, લોકતંત્ર બચાવો આપવામાં આવ્યું છે. આ મહારેલીમાં લગભગ ૨૮ પાર્ટીઓ ભાગ લીધો હતો.