‘બડે મિયાં છોટે મિયાં’ માટે અક્ષય કુમારે વસૂલી મોટી રકમ
મુંબઈ, ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું જ્યારથી એનાઉસમેન્ટ થયુ છે ત્યારથી કોઇને કોઇ રીતે મુવી હંમેશા ચર્ચામાં રહે છે. આ ફિલ્મનુમ ટ્રેલર રિલીઝ થયા પછી ફેન્સનું એક્સાઇટમેન્ટ વધી ગયુ છે. જેમ-જેમ ‘બડે મિયાં છોટે મિયાં’ની રિલીજ ડેટ નજીક આવી રહી છે એમ ફેન્સ મુવી માટે રાહ જોઇ રહ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે આ મુવી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દેશે. આમ, વાત કરવામાં આવે તો અક્ષય કુમારે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મ માટે લગભગ ૮૦ કરોડ રૂપિયા વસુલ્યા છે. આ સાથે ટાઇગર શ્રોફની વાત કરવામાં આવે તો આ એક્ટરે ૨૨ કરોડ રૂપિયા ફી વસુલી છે.
ટાઇગર શ્રોફ પહેલી વાર અક્ષય કુમાર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા નજરે પડે છે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની લોકો રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં પૃથ્વીરાજ વિલનના રોલમાં નજરે પડશે. આ ફિલ્મમાં કામ કરવા માટે પૃથ્વીરાજ સુકુમારે ૫ કરોડ રૂપિયા ફી લીધી છે.
વાત જ્યારે સોનાક્ષી સિન્હાની કરવામાં આવે તો આ એક્ટ્રેસ ૨ કરોડ રૂપિયા ફી વસુલી છે. સોનાક્ષી સિન્હાની એક્ટિંગ પણ મુવીમાં દમદાર જોવા મળી રહી છે. એક અહેવાલ પ્રમાણે થોડા સમય પછી સોનાક્ષી સિન્હા આ મુવીમાં જોવા મળશે.
આ ફિલ્મને અલી અબ્બાસ જફરે નિર્દેશિત કરી છે. પૂજા એન્ટરટેનમેન્ટ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં અલાયા એફ, સોનાક્ષી સિન્હા અને માનુષી છિલ્લર પણ છે. આ ફિલ્મમાં એક સાથે ત્રણ હસીનાઓનો તડકો જોવા મળશે.SS1MS