Western Times News

Gujarati News

ગુજરાતમાં આ 12 શહેરોમાં PM મોદી જાહેર સભા સંબોધશે

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તમામ પક્ષો તરફથી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરાઈ રહ્યો છે

ગાંધીનગર, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તમામ પક્ષો તરફથી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી ગુજરાતમાં ૧૦ થી ૧૨ જાહેર સભાઓનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં ૧૦ થી ૧૨ સભાઓ સંબોધશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે કરેલા કલસ્ટર મુજબ વડાપ્રધાનની સભાનું આયોજન કરવામાં આવશે. રાજ્યના અર્બન વિસ્તારમાં પીએમનો રોડ શો યોજાશે. વડાપ્રધાન મોદીના રોડ શોના કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ૧૫ એપ્રિલ આસપાસથી ગુજરાતમાં વડાપ્રધાનની સભા અને રેલી યોજાશે.
ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યો માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.

આ ત્રણ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નેડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો સમાવેશ થાય છે. સંબંધિત રાજ્યોમાંથી ભાજપના ઘણા મોટા નેતાઓને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.

રાજ્યોના સ્ટાર પ્રચારકોની યાદીમાં એવા કેટલાક નામ છે જેઓ વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા અથવા વર્તમાન લોકસભા ચૂંટણીમાં ટિકિટ પણ ન મળી નથી. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે ૨૫ દિવસથી પણ ઓછો સમય બાકી છે. દેશમાં ૧૯ એપ્રિલે લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થશે.

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં એવા ઘણા નામ છે જેમને ટિકિટ મળી નથી પરંતુ તેઓ આ યાદીમાં સામેલ છે. બિહારના અશ્વિની ચૌબે પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. જ્યારે સૈયદ શાહનવાઝ હુસૈન અન્ય ચૂંટણીઓની જેમ આ ચૂંટણીમાં પણ બિહારમાંથી સ્ટાર પ્રચારક બન્યા છે.

અગ્રણી કેન્દ્રીય નેતાઓ ઉપરાંત, સુશીલ કુમાર મોદી, મંગલ પાંડે, સંજય જયસ્વાલ, રેણુ દેવી, સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, અનિલ શર્મા, નિવેદિતા સિંહ અને નિક્કી હેમબ્રેન

જેવા બિહારના નેતાઓ પણ સામેલ છે. છેલ્લા ૧૦ વર્ષથી દિલ્હીના સાંસદ અને ભોજપુરી અભિનેતા મનોજ તિવારી પણ બિહારના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ બિહારમાં સ્ટાર પ્રચારક બની ગયા છે. મધ્યપ્રદેશમાંથી ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલ સ્ટાર પ્રચારકોની યાદીમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને વિધાનસભા ચૂંટણીમાં હારેલા નરોત્તમ મિશ્રાનો પણ સમાવેશ થાય છે.

આ સાથે અન્ય રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ મધ્યપ્રદેશમાં બીજેપીના સ્ટાર પ્રચારક બની ગયા છે. મધ્ય પ્રદેશમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, છત્તીસગઢના મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાઈ, આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા શર્મા, રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ સ્ટાર પ્રચારક છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સુરેશ પચૌરીનો પણ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.