ગેરકાયદેસર બાંધકામ અંગેની ગુજરાત હાઈકોર્ટની ચેતવણી લક્ષ્યમાં લેવાશે ?!
નરોડા કઠવાડા રોડથી હરિદર્શન ચાર રસ્તા તરફના કથિત ગેરકાયદેસર બાંધકામો ટકાવી રાખવા ૮૦ ફુટનો મંજુર થયેલો કથિત રોડ ૬૦ ફુટનો થઈ જતાં પ્રજામાં પડેલા ઉગ્ર પ્રત્યાઘાત ?!
તસ્વીર નરોડા કઠવાડા રોડ ઉપર બની રહેલા રોડની છે !! આ રોડ ઉપર ભા.જ.પ.ના કોર્પાેરેટરો ધ્યાન આપતા જ નથી કે પછી આ વિસ્તારમાં મ્યુનિ. કોર્પાેરેશનના અધિકારીઓ રોડ-રસ્તાના કોન્ટ્રાકટરોને ગટર લાઈનની કુંડીઓ મુકવાની કે લાઈન મુકવાનું માર્ગદર્શન આપતા નથી ?! આ તો રોડનું કામ શરૂ કરતા લોકોએ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ગટર લાઈનની તજવીજ હાથ ધરાઈ ?! ત્યાંથી વાત અટકતી નથી.
સુમતિનાથ પ્રભુ નરોડા કો.ઓ.હા.સો.લી.ના ચેરમેન અર્જુનસિંહ બાપુએ ૮૦ ફુટનો રોડ મંજુર થયેલા રોડ ૬૦ ફુટ કરી દેવાના મુદ્દે અવાજ ઉઠાવી આજુબાજુની સોસાયટીના ચેરમેન / સેક્રેટરીઓની મિટીંગ બોલાવતા આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી !! પરંતુ નરોડા વોર્ડના કોર્પાેરેટરોને જાણે સમજ જ ન પડતી હોય એવી દલીલો કરી હોવાની માહિતી આધારભૂત વર્તુળો દ્વારા પ્રાપ્ત થઈ છે !!
શા માટે આ વિસ્તારને મોટા અને પહોળા રોડ રસ્તા અપાતા નથી ? સર્વેનો સાથ કથિત ભ્રષ્ટાચારનો વિકાસ કયાં સુધી ચાલશે ?! એનો મ્યુનિ. કમિશ્નરશ્રી ખુલાસો કરશે ?! કે પછી ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડશે ?! મ્યુનિ. કમિશ્નરશ્રી તથા ડેપ્યુટી કમિશ્નરશ્રી, ઉત્તર ઝોનના એસ્ટેટ અધિકારી, ઉત્તર ઝોનના નરોડા પૂર્વના ડે. મ્યુનિ. કમિશ્નરશ્રી નકકી કરશે શું કરવું છે ?! પ્રજા ગંભીર બનશે ?! મતદારો વિચારશે ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા)
ભા.જ.પ.ના કોર્પાેરેટરો તો ફરકતા જ નથી ઃ નૈતિકતાનું અદ્યઃપતન ?!
નરોડા કઠવાડા રોડથી હરિદર્શન ચાર રસ્તા સુધીના રોડ રસ્તાના આયોજનમાં ગટરલાઈનનો વિચાર કર્યા વગર કામ શરૂ કરતા લોકોએ અટકાવવું પડયું ?! મ્યુનિ. અધિકારીઓ શું ધ્યાન રાખે છે ?! રોડ રસ્તાના લેવલનું ધ્યાન રાખવું જરૂરી છે ?!
અમેરિકાના ન્યાયવિદ એલેકઝાંડર હેમિલ્ટને કહ્યું છે કે, “અદાલતી સમીક્ષા એ બંધારણના “આત્મા” સાથે સુસંગત છે”!! ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ એ. કે. સીક્રીએ કહ્યું છે કે, “બંધારણનું વાંચન અને તેનું અર્થઘટન બંધારણના આમુખના ભવ્ય અને ઉમદા દર્શનના પ્રકાશમાં કરવું જોઈએ”!! આપણો દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, જાપાન જેમાં બિનસાંપ્રદાયિક દેશ છે !!
એટલે “ધર્મ” ના નામે “અધર્મ” ન થઈ શકે કે કાયદાના શાસનનો ભંગ ન થઈ શકે આપણાં દેશમાં કયારેક એવું જોવા મળે છે કે, “ધર્મ” ની આડમાં ગુન્હાહીત પ્રવૃત્તિ ચાલે છે ?! અમદાવાદ શહેરમાં કયાંક ધર્મનો સાથ અને કાયદાના શાસનના ભંગનો વિકાસ પણ ચાલે છે ?! અને “કર્તવ્ય ધર્મ” રાજનેતાઓ કોર્પાેરેટરો ભુલ્યા હોય તો મ્યુનિ. અધિકારીઓ શું કરવા પોતાનો “કર્તવ્ય ધર્મ” નિભાવે ?!
આવા માહોલ વચ્ચે નામદાર ગુજરાત હાઈકોર્ટ જાહેર જગ્યા પર કે કથિત ખાનગી જગ્યાઓમાં ગેરકાયદેસર રીતે પણ મંદિરો ઉભા કરી કેટલીક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ વિકસાવાયા છે માટે ભારતની સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ પણ આવા કથિત ધાર્મિક દબાણો દુર ન કરાતા ગૃહ વિભાગના સચિવ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આમાથી હવે અમદાવાદ શહેર મ્યુનિ. કમિશ્નરે પણ સમજી જવાની જરૂર છે !!
ગુજરાતમાં ગેરકાયદેસર ધાર્મિક દબાણોનો વિકાસ ચાલતા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ અને જસ્ટીસ શ્રી અનિરૂધ્ધ માયીની ખંડપીઠે ધાર્મિક ગેરકાયદેસર દબાણો સામે આપેલી ચેતવણી અમદાવાદ શહેર મ્યુનિ. કમિશ્નરશ્રી તથા એસ્ટેટ વિભાગની પણ લાગુ પડે છે ને ?!
સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું છે કે, “એક સ્વતંત્ર સમાજ તરીકે આપણું અÂસ્તત્વ ટકાવી રાખવા માટે “કાયદાનું શાસન” જ સૌથી મોટો આધાર છે”!! ગુજરાતમાં હોય કે અમદાવાદ શહેરમાં હોય સમાજમાં કેટલાક એવા કથિત સ્થાપિત હિતો છે કે જેઓ “સાંપ્રદાયિક ધર્મ” ની આડમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થાનો ઉભા કરી દે છે અને રોડ રસ્તાઓ પર અડચણ કરે છે કાં પછી તેની આડમાં ગેરકાયદેસર મકાનો, દુકાનો, સંસ્થાગત મકાનો લંબાવી દેવાયા છે
અને આવી કથિત ગુન્હાહીત પ્રવૃત્તિનો વિકાસ સર્વના સાથથી થાય છે જેમાં રાજકીય સ્થાપિત હિતો, કથિત ભ્રષ્ટ અધિકારીઓ અને સામાજીક સ્થાપિત હિતો સંયુકત રીતે સંડોવાયાનું જણાતા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી અનિતાબેન અગ્રવાલ તથા જસ્ટીસ શ્રી અનિરૂધ્ધભાઈમાયીની ડીવીઝનલ બેન્ચે સરકારી જમીન પર થયેલા ધાર્મિક દબાણો દુર કરવાના એકશન પ્લાન સાથે ખુલાસો માંગ્યો છે
અને કોર્ટાે ત્યાં સુધી સવાલો ઉઠાવ્યા છે કે, સુપ્રિમ કોર્ટના આદેશનો અમલ કેમ નથી કર્યાે ?! અને નામદાર ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદેસર ધાર્મિક દબાણોના મુદ્દે ગૃહ વિભાગના સચિવશ્રીને સોગંદનામું કરવા કહ્યું ત્યારે ત્યારે સરકારે રેવન્યુ વિભાગના ઉપસચિવશ્રીને સોગંદનામું રજૂ કરતા કોર્ટે કહ્યું કે સરકાર શું હાઈકોર્ટની મશ્કરી કરી રહી છે ?!
ત્યારે હવે આવા અનઅધિકૃત બાંધકામો નરોડામાં તેમજ નરોડા – કઠવાડા રોડ પર પણ જોવા મળી રહ્યાનું કહેવાય છે તો તેને માટે કોણ જવાબદાર છે ?!
નરોડા કઠવાડા રોડ ઉપર સ્થાપિત હિતોના કથિત ગેરકાયદેસર દબાણો બચાવવા મ્યુનિ. કોર્પાેરેશનના ઉત્તર ઝોનના અધિકારીઓએ ૮૦ ફુટનો રોડ ૬૦ ફુટ કરી નાંખતા પ્રજામાં પડેલા ઉગ્ર પ્રત્યાઘાત સામે મ્યુનિ. કમિશ્નરશ્રી એમ. થેનારસન શું કાર્યવાહી કરવા માંગે છે કે પછી હાઈકોર્ટમાં લોકો જશે ત્યારે કાર્યવાહી થશે ?!
ગુજરાતમાં જાહેર રસ્તા પર થતાં કથિત ધાર્મિક અનઅધિકૃત બાંધકામો સામે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ તથા જસ્ટીસ શ્રી અનિરૂધ્ધભાઈ માયીએ રાજગૃહ વિભાગના સચિવ સામે કડક કાર્યવાહી કરી છે તો અમદાવાદ શહેરમાં પણ આવા અનેક ગેરકાયદેસર દબાણો રોડ રસ્તા પર જોવા મળે છે નરોડામાં આવા અનેક ગેરકાયદેસર બાંધકામો છે !!
નરોડા કઠવાડા રોડ ઉપર સુમતીનાથ સોસાયટી પછીનો રોડ ૮૦ ફુટનો મંજુર થયો હતો. પરંતુ કથિત ભ્રષ્ટાચારની ચર્ચા વચ્ચે આ રોડ ૮૦ ફુટના બદલે ૬૦ ફુટનો કરી દેવાય છે કોઈ કહે છે કે ગેરકાયદેસર દુકાનો બચાવવા સોદાબાજી થઈ છે ?! મ્યુનિ. કમિશ્નરશ્રીને હાઈકોર્ટની નોટિસ મળશે પણ સત્ય બહાર આવશે કે પછી નરોડા ઉત્તર ઝોનનું એસ્ટેટ ખાતું ૮૦ ફુટનો રોડ બનાવવા ગેરકાયદેસર દબાણો દુર કરાશે ?!
નરોડા કઠવાડા રોડ વ્યાસવાડીથી ગોકુળધામ સોસાયટી થઈને હરિદર્શન ચાર રસ્તા સુધીનો રોડ બનાવવાની પ્રક્રીયા ગોકળ ગાયની ગતિએ ચાલતા અને રોડ રસ્તા ઉપરની ગટર લાઈનનું આયોજન વિચાર્યા વગર રોડ બનાવવાની કાર્યવાહી શરૂ કરી દેવાના આ વિસ્તારની જનતાએ આક્ષેપો કરતા કોન્ટ્રાકટરે રોડ રસ્તાનું બાંધકામ સ્થગિત કરીને ગટરના આયોજનની પ્રક્રીયા હાથ ધરવી પડી
કારણ કે ડ્રેનેજ કુંડીઓ વગરનો આજુબાજુની સોસાયટીમાં પાણી ભરાઈ જાય તેને માટે કોણ જવાબદાર ?! કોન્ટ્રાકટરે રોડ બનાવવા માટે ઉંડાણ કરી માટી કાઢી રસ્તો બનાવવો જોઈએ નહીં તો આજુબાજુની સોસાયટીમાં વરસાદી પાણી ઘુસી જાય ?! રોડનું લેવલ જાળવવું જરૂરી છે પણ મ્યુનિ. કોર્પાેરેશન વાળા એવા કોન્ટ્રાકટરનું ટેન્ડર પાસ કરે છે કે તેમાં મ્યુનિ. કોર્પાેરેશનને ખર્ચ ઓછો થઈ જાય ?!
મ્યુનિ. કોર્પાેરેશન નાગરિકો પાસેથી ટેક્ષ લે છે તો પછી વેઠ શા માટે ઉતારાય છે ?! મ્યુનિ. કમિશ્નર શ્રી એમ. થેનારસન નરોડા કઠવાડા રોડ ઉપરના ગેરકાયદેસર બાંધકામની તપાસ પ્રમાણિક અધિકારીઓને સોંપશે ?! અને રોડ રસ્તાનું સુપરવિઝન કરશે કે પછી લોકોને ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડશે ?! નરોડા વોર્ડના ભા.જ.પ.ના કોર્પાેરેટરો તો ફરકતા નથી આજુબાજુની સોસાયટીવાળાએ બોલાવવા પડે છે આ છે નરોડાનો વહીવટ ??! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.