મિઠાઈવાળાનો છોકરો બની ગયો ૨૮,૦૦૦ કરોડની બેંકનો માલિક

નવી દિલ્હી, ચંદ્રશેખરના જીવનમાં એક સમય એવો હતો, જ્યારે તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે દૂધ વેચતા હતા. અને આજે તેઓ બંધન બેંકના માલિક છે, જેની માર્કેટ વેલ્યૂ ૨૮૯૯૭ કરોડ રૂપિયા છે. તેમનું કહેવું છે કે પોતાની મહેનત અને કૌશલ્યથી કોઈપણ વ્યક્તિ દુનિયામાં કોઈ પણ સ્થાન હાંસલ કરી શકે છે.
તેમણે ક્યારેય કોઈ કામ નાનું નથી સમજ્યું. અભ્યાસ બાદ તેમણે એક દ્ગર્ય્ંમાં ઓછા પગારે પણ કામ કર્યું હતું.મીઠાઈની દુકાન ચલાવતા હતા પિતા- વર્ષ ૧૯૬૦માં ત્રિપુરાના અગરતલામાં જન્મેલા ચંદ્રશેખર ઘોષના પિતાની મીઠાઈની નાની દુકાન હતી.
તેમનો પરિવાર મૂળ બાંગ્લાદેશનો છે અને આઝાદી સમયે તેઓ શરણાર્થી તરીકે ભારતમાં ત્રિપુરામાં આવીને વસ્યા હતા. આ દુકાનની આવક પર નવ સભ્યોનો પરિવાર માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવી શકતો હતો. ઘોષનું બાળપણ આર્થિક તંગીમાં પસાર થયું હતું. તે તેના પિતાને દુકાનમાં મદદ પણ કરતા હતા. તેઓ ઘરે-ઘરે જઈને દૂધ પણ વેચતા હતા. નોકરી કરતી સમયે પણ તેઓએ અભ્યાસ છોડ્યો ન હતો.
ચંદ્રશેખરે ગ્રેટર ત્રિપુરાની એક સરકારી શાળામાં ૧૨મા સુધી અભ્યાસ કર્યો હતો. જે બાદ તે ગ્રેજ્યુએશન કરવા બાંગ્લાદેશ ગયા હતા.ટ્યુશન કરાવીને ઉપાડ્યો ભણતરનો ખર્ચ- તેમણે ૧૯૭૮માં ઢાકા યુનિવર્સીટીમાંથી સ્ટેટેસ્ટિક્સમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું.
તેમના પરિવારજનો યુનિવર્સીટીના ભણતર અને ત્યાં રહેવાનો ખર્ચ નહોતા ઉપાડી શકતા, જેથી તેઓ પોતાનો ખર્ચ ઉપાડવા માટે બાળકોને ટ્યુશન ભણાવતા હતા. તેઓ ઢાકામાં બ્રોજોનંદ સરસ્વતીના આશ્રમમાં રહેતા હતા.દ્ગર્ય્ંની નોકરીથી બદલાયા વિચાર- વર્ષ ૧૯૮૫ તેમના જીવનનું ટ‹નગ પોઇન્ટ સાબિત થયું હતું.
માસ્ટર્સ પૂર્ણ કર્યા બાદ તેમને ઢાકાના એક ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ નોન પ્રોફિટ ઓર્ગનાઈઝેશન માં નોકરી મળી. જયાં તેમણે જોયું કે ગામડાની મહિલાઓ નાની આર્થિક સહાયતાથી કામ શરુ કરીને પોતાનું જીવન સ્તર સુધારી રહી છે. આ જોઈને તેઓ પ્રભાવિત થયા અને તેમને એક આઈડિયા આવ્યો કે ભારતમાં આવું કામ કરીને મહિલાઓની સહાય કરવાની સાથે એક સારો બિઝનેસ પણ શરુ કરી શકાય છે.SS1MS