અદા શર્માએ પહેરેલી આ સાડી છે ફક્ત ૧૫ રૂપિયાની
મુંબઈ, ધ કેરલ સ્ટોરી ફિલ્મમાં કામ કર્યા બાદ અદા શર્મા ફેમસ થઈ ગઈ છે. અદા શર્મા હવે અલગ અલગ ઇવેન્ટમાં પણ ઘણીવાર જોવા મળે છે. ઇવેન્ટ દરમિયાન અદા શર્મા ખુબ જ સુંદર દેખાતી હોય છે. જેના કારણે તેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.
જોકે હાલ ઘણા દિવસો પછી અભિનેત્રી ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ ચર્ચાનું કારણ તેણે પહેરેલી સાડી છે. સામાન્ય રીતે અભિનેત્રીઓ હજારો, લાખોના કપડાં પહેરતી હોય છે. પરંતુ અદા શર્માએ એટલી સસ્તી સાડી પહેરી કે તેને જોઈને લોકોનું મગજ ફરી ગયું. જેના કારણે અદા શર્માનો આ વિડીયો પણ વાયરલ થવા લાગ્યો. અદા શર્મા તાજેતરમાં જ એક ઇવેન્ટ દરમિયાન જોવા મળી હતી.
આ સમયે તેને કેમેરામાં કેદ કરવા માટે પૈપ્સ પહોંચી ગયા હતા. જ્યારે તેણે પહેરેલી સાડીને લઈને કેમેરામેને તેને પ્રશ્નો કર્યા તો અદા શર્માએ સાડીની કિંમત ૧૫ રૂપિયા કહી. આ વાત સાંભળીને લોકોને પણ વિશ્વાસ નથી થઈ રહ્યો પરંતુ અદા શર્માએ એકવાર નહીં પરંતુ વારંવાર કહ્યું કે તેની સાડી પંદર રૂપિયાની જ છે….
અદા શર્માએ જણાવ્યું કે આ સાડી તેની નાનીએ ગિફ્ટ કરી છે. વર્ષો પહેલા અભિનેત્રીની નાનીએ આ સાડી ખરીદી હતી અને તે ૧૫ રૂપિયાની જ આવી હતી. જો અદા શર્માનું કહેવું છે કે, આ સાડી તેની નાની તરફથી સ્પેશિયલ ગિફ્ટ છે તેથી તેના માટે તેની કિંમત કરોડોની છે.SS1MS