નડિયાદમાં કિડની સર્કલ પાસેનો સ્ટ્રીટ લાઈટ થાંભલો RCC કામ પહેલા કેમ ના હટાવ્યો?
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના નમુના ઉડીને આંખે વળગે તેવા હોય છે થોડા સમય પહેલા કિડની સર્કલથી પારસ સુધી આરસીસી રોડ બનાવ્યો છે આ રોડ બનાવ્યો તે વખતે કિડની સર્કલે સ્ટ્રીટ લાઇટ અને કેમેરાના થાંભલા હતા તે થાંભલો હટાવવાનો હતો પરંતુ પાલિકાએ હટાવ્યું નહીં આરસીસી કામ થયા બાદ હાલમાં આ થાંભળો હટાવવાની કામગીરી ચાલે છે
જેના કારણે નવા બનેલા રોડને તોડવામાં આવી રહ્યો છે આ કેવું વહીવટ તેવા પ્રશ્નો નડિયાદની પ્રજામાં જોવા મળે છે ગત તા.૧૨ જાન્યુઆરીના રોજ નડિયાદ માં રૂ.૨.૪૧ કરોડના ખર્ચે કિડની હોસ્પિટલથી પારસ સર્કલ સુધીના રોડને સીસી કરવાનું ખાતમૂહર્ત કરવામાં આવ્યુ હતુ. જે માર્ગ હાલમાં બની ગયો છે કામ શરૂ થયું તે વખતે કિડની સર્કલે વચ્ચોવચ આવેલ મોટી સ્ટ્રીટ લાઇટને હટાવવામાં આવી ન હતી.
કામ પૂર્ણ થયા બાદ પાલિકા દ્વારા હાલમાં આ સ્ટ્રીટ લાઈટ નો થાંભલો ખસેડવાની કામગીરી હાથ ધરી છે જેના કારણે નવા બનેલા આરસીસી માં ખોદકામ કરવામાં આવી રહ્યો છે આ દ્રશ્ય જોઈ નડિયાદની પ્રજા આશ્ચર્ય માં મુકાય છે પાલિકા નું આ કેવું વહીવટ ?? કામ શરૂ થયું ત્યારે ખબર ના પડે કે આ થાંભલો વચ્ચે આવે છે… ખેર હાલમાં પ્રજા પાલિકાની કામ કરવાની આ નવી રીતભાત ની ચર્ચામાં લાગી છે હાલમાં થાંભલો હટાવવાની કામગીરી ચાલી રહી છે
અત્રે નોંધનીય છે કે આ કામગીરી ચાલુ થઈ તે વખતે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે પાલિકા અને માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે રોડ વચ્ચે આવતા થાંભલા જો હટાવવાના હોય તો પહેલાથી હટાવી દેજો જેથી પાછળથી કોઈ તકલીફ ના થાય છતાં આ બંને વિભાગે આ રજૂઆતને ધ્યાનમાં લીધી નહીં અને હાલમાં આ થાંભલાઓ હટાવવાની કામગીરી ચાલુ કરી છે.