Western Times News

Gujarati News

૪૦ની ઉંમરે બોલિવૂડમાં કર્યુ ડેબ્યૂ, બની ગયા ખૂંખાર વિલન

મુંબઈ, બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્રિટી થઇ ગયાં જે પોતાના અવાજના કારણે રિજેક્ટ થયાં જેમાંથી એક અમિતાભ બચ્ચન એક મોટુ ઉદાહરણ છે. તેમને ઓલ ઇન્ડિયા રેડિયાએ રિજેક્ટ કરી દીધાં હતાં. આવું જ કંઇક લતા મંગેશકર સાથે પણ થયું હતું પરંતુ બંને સેલેબ્સને લોકો તેમના ટેલેન્ટ ઉપરાંત તેમના અવાજથી પણ ઓળખે છે. આ આર્ટિકલમાં આજે અમે તમને એક અન્ય સેલેબ્રિટી વિશે જણાવીશું.

આ સેલેબ્રિટીને તેમના અવાજના કારણે રિજેક્ટ થવું પડ્યું હતું પરંતુ પછીથી તેમને તેના જ દમ પર એવું સ્ટારડમ મળ્યું કે લોકો આજે પણ તેમને યાદ કરે છે.

જેના વિશે અમે અહીં વાત કરી રહ્યાં છીએ તે ભારતીય સિનેમાનો એક વિલન સ્ટાર છે જેણે પોતાની ખલનાયિકીના દમ પર સ્ક્રીન પર લાંબા સમય સુધી રાજ કર્યુ.

ભારતીય સિનેમાના ઇતિહાસમાં આપણે કદાચ જ આવો કોઇ ખલનાયક જોયો હશે. તેમના ‘મોગેમ્બો ખુશ હુઆ’ જેવા ડાયલોગ આજે પણ પોપ કલ્ચરનો ભાગ છે અને તે નામ છે અમરીશ પુરી.અમરીશ પુરી વિશે તમે જાણો છો કે તેમણે એક્ટર બનવા માટે પોતાની સરકારી નોકરી છોડી દીધી હતી? જી હા, તમે સાચુ વાંચ્યુ.

તમને જણાવી દઇએ કે વર્ષ ૧૯૫૦ના દશકમાં બોલિવૂડ એક્ટર બનવા માટે તેઓ મુંબઇ આવ્યા હતાં, પરંતુ પહેલા સ્ક્રીન ટેસ્ટમાં તેઓ અવાજના કારણે ફેલ થઇ ગયા અને પછી તેમને રિજેક્ટ કરી દેવામાં આવ્યાં હતાં.જો કે, પછીથી તેમને કર્મચારી રાજ્ય વીમા નિગમ ાં નોકરી મળી ગઇ જ્યાં તેમણે આશરે ૨૧ વર્ષ સુધી ક્લર્ક રૂપે કામ કર્યુ. આ દરમિયાન તેમણે ઘરે-ઘરે જઇને જીવન વીમો વેચ્યો.

પરંતુ કોઇ પણ તેમને તેમનું સપનુ સાકાર કરતાં રોકી શક્યુ નહીં. પ્રાઇવેટ નોકરીની સાથે-સાથે પોતાના ઝનૂનની પાછળ પણ ભાગતા રહ્યાં. પોતાના ઝનૂનના કારણે તેમણે પૃથ્વી થિયેટરમાં સત્યદેવ દુબે દ્વારા લખવામાં આવેલા નાટકોમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યુ.કેટલાંક વર્ષો બાદ તેમને ધીમે-ધીમે ઓળખ મળવાનું શરૂ થયું. અને વર્ષ ૧૯૭૦માં તેમને ૪૦ વર્ષની ઉંમરે પોતાનો પહેલા બોલિવૂડ પ્રોજેક્ટ મળ્યો હતો.

તેમણે ફિલ્મ પ્રેમ પુજારીમાં એક નોકરનુ પાત્ર ભજવ્યું હતું. ૧૯૮૦માં તે પહેલીવાર ફિલ્મ હમ પાંચમાં મુખ્ય ખલનાયક બન્યા.આશરે ૪૫૦ ફિલ્મોમાં કામ કરતા અમરીશ પુરી પોતાના સમયની પાબંદી માટે જાણીતા હતાં અને પોતાના ટાઇમને મહત્ત્વ આપે છે.

તેમના કામ કરવાની રીત ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ હતી. એકવાર અમરીશ પુરી અને ગોવિંદા એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં હતાં. શૂટિંગ સવારે ૯ વાગે શરૂ થવાનું હતું, અમરીશ પુરી તો પહોંચી ગયા પરંતુ ગોવિંદા ક્યાંય ન દેખાયો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.