અરબાઝ ખાન શૂરા ખાન સાથે મુંબઇમાં એક ઇફ્તાર પાર્ટીમાં શામેલ થયા
મુંબઈ, હાલમાં રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે અનેક લોકો ઇફ્તાર પાર્ટીનું આયોજન કરતા હોય છે. ઇફ્તાર પાર્ટીમાં એકબીજાના ઘરે જતા હોય છે. બોલિવૂડ સેલેબ્સ પણ ઇફ્તાર પાર્ટીમાં શામેલ થતા હોય છે.
અરબાઝ ખાન શૂરા ખાન સાથે મુંબઇમાં એક ઇફ્તાર પાર્ટીમાં શામેલ થયા હતા. પાર્ટીમાં બન્નેનો ખૂબ પ્રેમ જોવા મળ્યો, પરંતુ ઇફ્તારથી જ્યારે પાછા ફરતા હતા ત્યારબાદ પબ્લિકથી ઘેરાઇ ગયા અને શૂરા ખાન ડરતી જોવા મળી. આ સમયે અરબાઝ ખાન શૂરાનો હાથ પકડી લે છે અને પછી આગળ લઇ જાય છે.
જો કે આ વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અરબાઝ ખાન અને શૂરા ખાન આ દિવસોમાં બોલિવૂડના એ કપલમાંથી એક છે જેના વિશે લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.
અરબાઝ ખાને ૨૪ ડિસેમ્બરના રોજ શૂરા ખાન સાથે લગ્ન કર્યા છે. અરબાઝ ખાન એનાથી ૨૩ વર્ષ નાની બેગમ શૂરા ખાન સાથે મુંબઇમાં ઇફ્તારમાં પાર્ટીમાં શામેલ થયા હતા. જો કે આ સમયે બધુ ઠીક ચાલી રહ્યું હતુ પરંતુ આ પાર્ટી પછી જે થયુ એ ખાસ જોવા જેવું છે.
આ વાતને શૂરા ખાન ક્યારેય ભૂલી નહીં શકે. તો જોઇ લો આ વીડિયો તમે પણ.ઉલ્લેખનીય છે કે મુંબઇના મોહમ્મદ અલી રોડ પર એક ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ઇફ્તાર પાર્ટીમાં અરબાઝ-શૂરા ખાન સિવાય રવીના ટંડન અને રિદ્ધિમા પંડિત જેવા અનેક સિતારાઓને આમત્રંણ આપવામાં આવ્યુ હતુ. દરેક લોકો અહીંયા પહોંચ્યા અને પછી એક સાથે ઇફ્તાર કરીને રોઝા ખોલ્યા.
આ ઇફ્તાર પાર્ટીમાં શૂરા અને અરબાઝ બન્ને એક સાથે જોવા મળ્યા. આટલું જ નહીં, પહેલાં અરબાઝ ખાન પત્નીનું એઠું ખાતા જોવા મળ્યો અને પછી શૂરા મસ્ત પ્રેમભર્યા અંદાજમાં મોં સાફ કરતી જોવા મળે છે.
જો કે અહીંયા સુધી તો બધુ બરાબર હતુ પરંતુ જ્યારે બહાર નીકળ્યા તો પબ્લિકે ઘેરી લીધા અને શૂરા ખાન ગભરાઇ ગઇ. આ વીડિયો જોઇને લોકો કેરિંગ હસબન્ડના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે.SS1MS