Western Times News

Gujarati News

સંદેશખાલી કેસમાં કોલકાતા હાઈકોર્ટે બંગાળ સરકારની ઝાટકણી કાઢી

સંદેશખાલી પીડિતોનું 1 ટકા સત્ય પણ શરમજનકઃ કોલકાતા હાઇકોર્ટ

(એજન્સી)કોલકાતા, કોલકાતા હાઈકોર્ટે ગુરુવારે સંદેશખાલી કેસમાં બંગાળ સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું, જો આ મામલામાં એક ટકા પણ સત્ય હોય તો તે શરમજનક છે. આ માટે સમગ્ર વહીવટીતંત્ર અને શાસક પક્ષ ૧૦૦% નૈતિક રીતે જવાબદાર છે. આ લોકોની સુરક્ષાનો મામલો છે. ચીફ જસ્ટિસ ટીએસ શિવગ્નનમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્યની બેંચે સંદેશખાલીના મુખ્ય આરોપી શાહજહાં વિરુદ્ધ ૫ પીઆઈએલની સુનાવણી કરી.

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાના આરોપી ્‌સ્ઝ્ર નેતા શેખ શાહજહાંની બંગાળ પોલીસે ૨૯ ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે તેને સીબીઆઈને સોંપી દીધો હતો.

ચીફ જસ્ટિસ- માની લઈએ કે એક પણ એફિડેવિટ સાચું હોય તો તે શરમજનક છે. આ માટે સમગ્ર વહીવટીતંત્ર અને શાસક પક્ષ ૧૦૦ ટકા નૈતિક રીતે જવાબદાર છે. આ લોકોની સુરક્ષાનો મામલો છે. જો તમે એસસી-એસટી નેશનલ કમિશનનો રિપોર્ટ જુઓ, જો તેમાં એક ટકા પણ સત્ય હોય તો તે ૧૦૦ ટકા શરમજનક છે.

અન્ય પીઆઈએલ અરજીકર્તાના વકીલે કહ્યું કે આ કેસમાં સાક્ષીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે. તેમણે દાવો કર્યો હતો કે સુરક્ષાના કારણોસર કોઈ મહિલા કોર્ટમાં જુબાની આપવા આગળ આવી નથી.

અન્ય અરજીકર્તાના વકીલ પ્રિયંકા તિબ્રેવાલે કહ્યું, ‘મોટાભાગની મહિલાઓ અભણ છે. ઈ-મેલ ભૂલી જાઓ, તે પત્રો પણ લખી શકતી નથી. ૫૦૦થી વધુ મહિલાઓએ અમારી સામે જાતીય અત્યાચારની ફરિયાદ કરી છે. અમારી પાસે એફિડેવિટ છે જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર એક જ શાહજહાંની ધરપકડ કરવામાં આવી છે. તેના ૧૦૦૦ સાથીઓ ગામમાં ફરે છે અને તેમને શાહજહાં વિરુદ્ધ નિવેદનો ન આપવાની ધમકી આપી રહ્યા છે. આ લોકો કહી રહ્યા છે કે જો મહિલાઓ નિવેદન આપશે તો તેઓ તેમના પતિ અને બાળકોના માથા કાપી નાખશે અને ફૂટબોલ રમશે.

સંદેશખાલીમાં શેખ શાહજહાં અને તેના બે સહયોગી શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર પર લાંબા સમયથી મહિલાઓ સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે શિબુ હઝરા, ઉત્તમ સરદાર, શાહજહાં સહિત ૧૮ લોકોની ધરપકડ કરી છે. શાહજહાં શેખ ટીએમસીના જિલ્લા સ્તરના નેતા છે. રાશન કૌભાંડમાં ઈડ્ઢએ ૫ જાન્યુઆરીએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા.

ત્યારબાદ તેમના ૨૦૦થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ત્યારથી શાહજહાં ફરાર હતો. શાહજહાં શેખની ધરપકડ અંગે, કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ટીએસ શિવાગ્નમને સોમવારે આદેશ આપ્યો હતો કે પોલીસે, તમામ સંજોગોમાં, ૪ માર્ચે આગામી સુનાવણીમાં શાહજહાંને કોર્ટમાં હાજર કરવો પડશે.

તેની ધરપકડ પર કોઈ સ્ટે નથી. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે સંદેશખાલીમાં અત્યાચારની ઘટનાઓ ૪ વર્ષ પહેલા પોલીસને જાણ કરવામાં આવી હતી. યૌન ઉત્પીડન સહિતના ૪૨ કેસ છે, પરંતુ ચાર્જશીટ દાખલ કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.