સાબરમતી રિવરફ્રન્ટ પર કરોડના ખર્ચે બેસાડેલી 8 લિફ્ટ બંધ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર છેલ્લા એક દાયકામાં અભૂતપૂર્વ ડેવલપમેન્ટ થયું છે. નદીની બંને બાજુ મોટા મોટા ગાર્ડન બન્યા છે, મનોરંજન માટેની જગ્યાઓ વિકસાવાઈ છે, આલિશાન ઈમારતો બની રહી છે. પરંતુ તેમાં કેટલાક કામમાં ભારે ગોટાળા થતા હોય તેવું લાગે છે. રિવરફ્રન્ટ પર વિકલાંગો અને સિનિયર સિટિઝન્સ ઉપયોગ કરી શકે તે માટે ૮ કરોડ રૂપિયાના ખર્ચે ૮ લિફ્ટ નાખવામાં આવી હતી,
પરંતુ આ લિફ્ટ મોટા ભાગે બંધ રહે છે અને અત્યાર સુધીમાં તેના કેટલાક પાર્ટ્સ પણ ચોરાઈ ગયા છે. આ લિફ્ટને જ્યારથી ઈન્સ્ટોલ કરવામાં આવી ત્યારથી તેનો ઉપયોગ થયો નથી. અત્યાર સુધીમાં તેની સ્વિચ, પેનલ સહિતનો ઘણો માલસામાન ચોરાઈ ગયો છે અથવા ગુમ થઈ ગયો છે. પરિસ્થિતિ એવી છે કે રિવરફ્રન્ટ પર તમે આઠમાંથી એક પણ લિફ્ટનો યુઝ કરી શકો તેમ નથી. લિફ્ટમાં પગ મૂકશો તો તેને ચાલુ કરવા માટે સ્વિચ પણ શોધતા રહી જશો.