નેસના માલધારીઓએ જૂનાગઢ કલેકટર પાસે માગી ઈચ્છા મૃત્યુની મંજૂરી કેમ માંગી?

ગીરમા નેસના પડતર પ્રશ્નોને લઈને માલધારીઓની રેલી નીકળી
જૂનાગઢ, જૂનાગઢ જીલ્લાના મેદરડા તાલુકાના ગીર વિસ્તારમાં રહેતા માલધારીઓએ નેસના પડતર પ્રશ્નો ના ઉકેલાતા કલેકટર પાસે ઈચ્છામૃત્યુની મંજુરી માંગી છે. આજે આ મામલે માલધારીઓએ વિશાળ રેલી યોજી હતી. તથા પ્રશ્નોને લઈ જુનાગઢ કલેકટરનો આવેદનપત્ર પાઠવ્યું હતું. માલધારીઓની રજુઆત હતી કે, વન વિભાગની અન્યાય નીતિ સામે રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી.
ગીરના માલધારીઓએ આજે આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે માલધારીઓની ગૌરવપુર્ણ રીતે જીવન જીવવા માટેની તંત્ર દ્વારા હક આપી શકતા નથી. તો માલધારીઓને ઈચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે. આગામી સમયમાં જો આ પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો માલધારીઓ દ્વારા આગામી લોકસભાની ચુંટણીમાં મતદાનનો બહીષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
માલધારીઓના જણાવ્યા પ્રમાણે અમને વન વિભાગ દ્વારા રોકવામાં આવે છે અને દંડ આપવામાં આવે છે. અમૃતવેલ નજીક રસ્તા બનાવવા માટે જે માટી આપવામાં આવે પરંતુ નેસડામાં નજીક ઘણી જગ્યાએ મોટી નાખવા દેતા નથી. ઘણા માલધારીઓનો પરીવાર મોટો હોય તો અન્ય જગ્યાએ રહેવા પણ દેતા નથી. નેસ વિસ્તારમાં જંગલ ખાતાની ખુબ જ કનડગત છે.
વન વિભાગ જંગલ વિસ્તારમાં જે પાણીના પોઈન્ટ આવેલા છે. ત્યાં ભેસોને પાણી પણ પીવડાવવા દેતા નથી. જે સલાર પોઈન્ટ આવેલા છે. તેના દ્વારા પાણી પણ ભરવા દેવામાં આવતું નથી. નેશમાં રહેતા માલધારીઓના બાળકો માટે સ્કુલની કોઈ વ્યવસ્થા નથી. અને માલધારીઓઅના મહેમાનોને પણ અવરજવર કરવા દેવામાં આવતી નથી.
આજે આ વિસ્તારના તમામ માલધારીઓ ઉપવાસ આંદોલન પર બેસવા આવ્યા હતા. જેને લઈ જુનાગઢ કલેકટર દ્વારા ૧પ દિવસમાં આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી