બેંકમાંથી ઉપાડેલાં નાણાંમાં 19 હજારની નોટો બોગસ નીકળી: CBIમાં ફરિયાદ
ખાતેદારે બેક સામે CBIમાં કરી ફરિયાદઃ મોટા કૌભાંડની શંકા
રાજકોટ, રાજકોટમાં બેકમાંથી જ ઉપાડેલા નાણામાંથી મોટી સંખ્યામાં જાલી નોટો નીકળી હોવાની અજબ ઘટના સામે આવી છે. રાજકોટની નાગરીકી બેકની મવડી શાખામાંથી ખાતેદાર સતત દિવસ પહેલાં ૮૦ હજારની રોકડ ઉપાડયા હતા. જેમાં ૧૮૯૦૦નું ચલણ નકલી નીકળતા તે ચોકી ગયા હતા.
આ મામલે તેમણે બેકના ચેરમેન અને જવાબદાર અને ડાયરેકટરો અને અધિકારીઓ સામે સીબીઆઈની મુખ્ય ઓફીસ દિલ્હી ખાતે લેખીત ફરીયાદ પોસ્ટથી કરી હોવાનું જાણવા મળ્યું છે. આઅ ઘટનામાં મોટા કૌભાંડની શંકા પણ ઉભી થઈ છે.
રાજકોટની એચ.જે. દોશી હોસ્પિટલ મેઈન રોડ પર ગુરુપ્રસાદચોકમાં ભવાની કૃપા નામના મકાનમાં રહેતા મહીલા ખાતેદારના પતી વિરેન્દ્રસિંહ બાબુભા સિંઘવે સી.બી.આઈ. ને પોસ્ટથી ફરીયાદ મોકલી છે. જેમાં જણાવ્યું છે. કે, ર૭મી માર્ચ પત્નીના ખાતામાં જમા રકમ પૈકી ૮૦ હજાર ઉપાડયા હતા. ઘેર આવી આ પેમેન્ટની ચકાસણી કરતા રૂ.પ૦૦ના દરની ૧૯,રૂ.ર૦૦ દરની ૩૭
અને રૂ.૧૦૦ દરની ર૦ નોટો મળી રૂ.૧૮૯૦૦ રૂપિયા જાલી નોટો જોવા મળી હતી. આ જોઈનઈે ઘરના બધા સભ્યો ચોકી ગયાય હતા. આ મામલે બેકે પણ આંખ આડા કાન કર્યા હોવાનો આક્ષેપ ફરીયાદમાં કરાયો છે. આ મામલે તેમણે બેકના ચેરમેન, ડાયરેકટર્સ અધિકારીઓ અને જવાબદાર કર્મચારીઓ સામે ફરીયાદ સંબંધે તપાસ કરી પગલા લેવા મારી માંગણી છે.