હિમાચલના ચંબામાં ૫.૩ના મોટા ભૂકંપથી લોકોમાં ફફડાટ
નવી દિલ્હી, હિમાચલના ચંબામાં ગુરુવારે રાતે એક મોટો ભૂકંપ આવ્યો હતો. ૫.૩ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવતાં લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી અને ભારે અફરાતફરી મચી હતી. લોકો જીવ લઈને ઘરની બહાર દોડ્યાં હતા. રાતે અચાનક ધરતી ડોલવા લાગતાં લોકો ઘરની બહાર દોડીને ખુલ્લી જગ્યામાં પહોંચી ગયાં હતા.
થોડી વાર તો ભારે અંધાધૂંધી ફેલાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ગુરુવાર રાતે ૯.૩૪ કલાકે ૫.૩ની તીવ્રતાનો મોટો ભૂકંપ ત્રાટક્યો હતો. સમગ્ર ઉત્તર ભારતના ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. ચંબામાં આવેલા આ ભૂકંપથી જાનમાલને નુકશાનની કોઈ ખબર નથી.
ઉત્તર ભારતમાં છેલ્લા ઘણા સમયથી રાતના સમયે ભૂકંપ ત્રાટકી રહ્યાં છે. ઉત્તર ભારતના રાજ્યો, દિલ્હી, હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર એક ખાસ પ્લેટ પર આવેલા છે અને ભૂકંપની દ્રષ્ટિએ સૌથી વધુ સંવેદનશીલ છે.
આ પ્લેટ રાતના સમયે એકબીજા સાથે વધારે સમય સુધી અથડાતી હોય છે જેને કારણે રાતના સમયે ભૂકંપ અનુભવાય છે. કયો ભૂકંપ, કેટલો ખતરનાક ૭.૯ રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે ૨.૯ રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રુજારી થાય છે.
જ્યારે ૯ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય. ૦થી ૨ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
૨થી ૨.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે. ૩થી ૩.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે. ૪થી ૪.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે.
બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે. ૫થી ૫.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે. ૬થી ૬.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે.
આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે. ૭થી ૭.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે.
આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ ૨૦૦૧માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ ૨૦૧૫માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી. ૮થી ૮.૯ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે.
ઇમારતો સહિત પુલ પડી જાય છે. ૯ અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.SS1MS