Western Times News

Gujarati News

શાકમાં મીઠું ઓછું, મરચું વધારે છે.. જેવી ટકોર માનસિક ક્‰રતા નથીઃ મધ્યપ્રદેશ હાઇકોટ

જબલપુર, મધ્યપ્રદેશ હાઇકોર્ટે તાજેતરમાં એક રસપ્રદ ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં હાઇકોર્ટે કહ્યું કે, સાસુ દ્વારા વહુને ઘરના રોજિંદા કામમાં ટોકવી કે શાકભાજીમાં મીઠુ ઓછું છે કે મરચું વધારે છે, એવી ટકોર કરવી કે પ્રશ્નો પૂછવા ખોટા નથી અને આ પ્રકારના પ્રશ્નો કાયદાની કલમ ૪૯૮એ હેઠળ માનસિક ક્‰રતાની શ્રેણીમાં આવતા નથી.

આ સાથે હાઇકોર્ટે અરજદાર સાસુની વિરુદ્ધ દાખલ એફઆઈઆરને રદ કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ ગુરુપાલ સિંહ અહલુવાલિયાની સિંગલ બેન્ચે ચુકાદામાં કહ્યું કે, જો ઘરના કામોમાં સાસુ દ્વારા કરાયેલી ટીકા-ટીપ્પણી કે કેટલાક વાંધાઓના કારણે વહુને માનસિક રીતે ઉત્પીડન થાય છે, તો એમ કહી શકાય કે વહુ અતિસંવેદનશીલ હોઈ શકે છે, પરંતુ કેટલાંક વિવાદોની સાથે ઘરેલુ કાર્યોનું ધ્યાન રાખવું એ ચોક્કસપણે  ક્રૂરતાની શ્રેણીમાં આવતું નથી. હાઇકોર્ટના જસ્ટિસ અહલુવાલિયાએ અરજદાર અલકા શર્મા(સાસુ) દ્વારા દાખલ અરજીનો સ્વીકાર કરતી વખતે આ ટિપ્પણીઓ કરી છે.

ઉલ્લેખનીય છે કે અરજદાર સાસુ(અલકા શર્મા)એ પોતાની અરજીમાં વહુ દ્વારા આઈપીસીની કલમ ૪૯૮એ, આઈપીસીની કલમ ૩૪ અને દહેજ પ્રતિબંધિત કાયદાની કલમ ૩ અને ૪ હેઠળની એફઆઈઆર અને કાર્યવાહી રદ કરવાની માંગ કરી હતી.

હકીકતમાં, જે સમયે વહુ(પ્રતિવાદી)ના લગ્ન અરજદાર અલકા શર્માના પુત્ર સાથે થયા હતા, એ સમયે અલકા શર્મા ઉતરાખંડના ચકરાતામાં સરકારી નોકરી કરી રહ્યા હતા. પુત્રના લગ્ન થયાના ચાર મહિના પછી અલકા શર્મા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને પુત્ર-વહુ સાથે રહેવા પૂણે આવી ગયા હતા. વહુના આરોપો મુજબ, મારા સાસુ રોજિંદા કામમાં અવરોધ પેદા કરવા માંડ્યા અને ટોક-ટોક કરવા માંડ્યા હતા.

એમાં મારા પતિ પણ પોતાની માતાને સાથ આપવા માંડ્યા. વહુએ એવો પણ આરોપ લગાવ્યો કે સાસુ વારંવાર પુત્રની કુંડળીમાં બે લગ્નનો ઉલ્લેખ કરતા હતા, જેના કારણે મને માનસિક પીડા થતી હતી. જ્યારે મારા પતિએ જાહેરમાં મને બેઆબરુ કરવાની કોશિશ કરી, ત્યારે પણ સાસુએ હસ્તક્ષેપ કર્યો નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.