Western Times News

Gujarati News

પિરામલ ફાઇનાન્સ આ વર્ષે ગોલ્ડ લોન અને માઇક્રો-લોનમાં પ્રવેશ કરશે

  • ભારતમાં 1,000 સ્થળો ઉપર 600થી વધુ બ્રાન્ચ નેટવર્ક વિસ્તારવાની યોજના
  • નાણાકીય વર્ષ 2028 સુધીમાં કુલ એયુએમમાં 70 ટકા રિટેઇલ અને અન્ય 30 ટકા સાથે રૂ. 1.3 લાખ કરોડની એયુએમ સુધી પહોંચવાનો ઉદ્દેશ્ય

મુંબઇઃ પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડની સંપૂર્ણ માલીકીની પેટા કંપની પિરામલ ફાઇનાન્સ નવા નાણાકીય વર્ષમાં પરંપરાગત ગોલ્ડ લોન અને અનસિક્યોર્ડ માઇક્રોફાઇનાન્સ લોનની રજૂઆત સાથે તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વૈવિધ્યસભર કરવાની યોજના ધરાવે છે. તેની સાથે કંપની ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતોને સેવા આપશે તથા કન્ઝ્યુમર ફાઇનાન્સ ઉપર વધુ ધ્યાન આપશે. આ વ્યૂહાત્મક પગલું તેના પરંપરાગત રિયલ-એસ્ટેટ સંચાલિત બિઝનેસ મોડલમાંથી નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે.

તેના સંબંધિત જોખમો છતાં કંપનીને આ નવા સાહસોના કાર્યક્ષમ સંચાલનને સુનિશ્ચિત કરતાં તેની મજબૂત અંડરરાઇટિંગ ક્ષમતાઓ ઉપર વિશ્વાસ છે. આ વ્યૂહાત્મક પહેલ વધુ સંતુલિક પોર્ટફોલિયો તરફ આગળ વધવાના પિરામલ ફાઇનાન્સના લક્ષ્યને અનુરૂપ છે, જ્યાં રિટેઇલ લોન તેની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)માં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.

પિરામલ ફાઇનાન્સ નાની દુકાનો અથવા મિલકતો જેવી સંપત્તિઓનો કોલેટરલ તરીકે ઉપયોગ કરતાં સંભવતઃ રૂ. 10 લાખથી નીચેની સ્મોલ-ટિકિટ લોન રજૂ કરવા સજ્જ છે. આ સેગમેન્ટમાં વૃદ્ધિની સંભાવનાઓની ઓળખ કરતાં કંપની ઉભરતી તકોનો લાભ લેવા તથા માર્કેટમાં તેની ઉપસ્થિતિ વિસ્તારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. તેનો વર્તમાન માઇક્રોફાઇનાન્સ બિઝનેસ રૂ. 1,000 કરોડ સાથે પ્રમાણમાં નાનો હોવા છતાં કંપનીની રૂ. 70,823 કરોડ એયુએમને જોતાં તે કંપનીના વ્યાપક એસેટ મેનેજમેન્ટ પોર્ટફોલિયોમાં વ્યૂહાત્મક ફોકસ એરિયા છે.

કંપનીએ તેનું બ્રાન્ચ નેટવર્ક વિસ્તારીને 470થી વધુ કર્યું છે, જે 25 રાજ્યો, 625 જિલ્લાઓમાં ફેલાયેલું છે તથા દેશભરના 369 શહેરો અને ગામડાઓને આવરી લે છે. તે નાણાકીય વર્ષ 2025માં વધુ 100 બ્રાન્ચ ઉમેરીને બ્રાન્ચ નેટવર્કમાં વધારો કરવાની યોજના ધરાવે છે, જેનો ઉદ્દેશ્ય 1,000 સ્થળો ઉપર 600 બ્રાન્ચના મજબૂત નેટવર્કનો છે. આ વિસ્તરણનો ઉદ્દેશ્ય ટિયર 2 અને ટિયર 3 નગરોમાં તથા ટિયર 1 શહેરોની આસપાસના ગ્રાહકો સુધી પહોંચવાનો છે

રિટેઇલ બિઝનેસ કુલ એયુએમને વેગ આપે છે, જેમાં રિટેઇલ અને હોલેસલ બંન્ને નાણાકીય વર્ષ 2028 સુધીમાં 70 ટકાના રિટેઇલ અને 30 ટકાના હોલસેલ ટાર્ગેટ તરફ ઝડપી પ્રગતિ કરી રહ્યાં છે. કંપની નાણાકીય વર્ષ 2028 સુધીમાં એયુએમ બમણી કરીને રૂ. 1.2-1.3 લાખ કરોડ કરવાની યોજના ધરાવે છે.

પિરામલ ફાઇનાન્સના એમડી જયરામ શ્રીધરને કહ્યું હતું કે, “અમે કન્ઝ્યુમર ફાઇનાન્સ ઉપર અમારા ધ્યાનને વધુ વિસ્તૃત કરી રહ્યાં છીએ તથા વર્તમાન નાણાકીય વર્ષમાં અમારા પોર્ટફોલિયોમાં ગોલ્ડ લોનમાઇક્રો બિઝનેસ લોન અને અનસિક્યોર્ડ માઇક્રોફાઇનાન્સ લોન ઉમેરવાની અમારી યોજના છે. વધુ જોખમ હોવા છતાં અમારી પાસે અન્ડરરાઇટિંગ ક્ષમતાઓ છેજે વ્યાપક સોલ્યુશન્સ પ્રદાન કરવા અને નાણાકીય સમાવેશને બળ આપવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે.

પિરામલ ફાઇનાન્સનું ઇનોવેશન તથા ‘હાઇ ટચ’ અને ‘હાઇ ટેક’ વ્યૂહરચનાએ ભારતના લોકોની સેવા માટેની તેની ક્ષમતામાં વધારો કરતાં મલ્ટી-પ્રોડક્ટ ધિરાણ વિકસાવાવમાં મદદ કરી છે. કંપની 13થી વધુ લોન પ્રોડક્ટ્સ ઓફર રરે છે, જેમાં હોમ લોન, બિઝનેસ લોન, પર્સનલ લોન, યુઝ્ડ કાર લોન વગેરે સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.