ભારત ફોર્જે શ્રી અમિત કલ્યાણીની પૂર્ણ-કાલિન ડિરેક્ટર તરીકે પુનઃનિમણૂંક કરી
અને પાંચ વર્ષ માટે વાઈસ–ચેરમેન અને જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી
4 એપ્રિલ,2024: વિશ્વની અગ્રણી ઈનોવેટીવ એન્જીનિયરિંગ સોલ્યુશન્સ પૂરી પાડનાર ભારત ફોર્જે આગામી પાંચ વર્ષ માટે શ્રી અમિત કલ્યાણીની વાઈસ-ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર તરીકે પુનઃનિમણૂંક કરવાની જાહેરાત કરી છે. Bharat Forge re-appointed Amit Kalyani as a Whole-time Director and designated as Vice-Chairman and Joint Managing Director for five Years.
3 એપ્રિલ,2024ના રોજ યોજાયેલી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ભૂમિકામાં શ્રી અમિત ઓર્ગેનાઈઝેશનમાં વિકાસ તથા નવિનિકરણને વેગ આપવા પોતાના બહોળા અનુભવ અને દુરદર્શિ નેતૃત્વ સાથે કંપનીને વ્યૂહાત્મક દિશામાં આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
શ્રી અમિત વર્ષ 1999થી ભારત ફોર્જ સાથે જોડાયેલા છે, તેમને આઈટી અને ફાયનાન્સમાં જતા પહેલા સંચાલકીય તથા ઉત્પાદનને લગતી કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ મે,2004થી કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર છે. કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા કેટલા હસ્તાંતરણોને લગતી વ્યૂહરચના તથા અમલીકરણમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી
તથા નવા સાહસોને શરૂ કરીને કારોબારને વૈવિધ્યસભર કરીને કંપનીની સફળતામાં તેમણે બહોળુ યોગદાન આપ્યું છે. વર્તમાન સમયમાં તેમનું ધ્યાન નવા યુગની ટેકનોલોજી સહિત ઓર્ગેનિક તથ ઓર્ગેનિક ગ્રોથને ઝડપભેર વેગ આપવાના ઉદ્દેશ સાથે એચઆરને લગતી કામગીરી તથા પ્રક્રિયામાં વ્યાપક પ્રમાણમાં પરિવર્તન લાવવા પર છે.
ભારત ફોર્જ ખાતે શ્રી અમિત કલ્યાણીએ ઈએસજી ઉત્સર્જનમાં ઘટાડો કરવા અને કંપનીના સમગ્ર ઈએસજી સ્કોરમાં સુધારો કરવા, રિન્યુએબલ એનર્જીના વપરાશને વધારવાની દિશામાં પહેલ કરવા, ડિજીટલાઈઝેશન, કંપનીની કામગીરી અને ઉત્પાદકતામાં વધુ સુધારો લાવવા ડિજીટલ પ્રગતિ સહિતની કંપનીની નીતિમાં સુધારો કરવાની દિશામાં મોટું યોગદાન આપી રહ્યા છે.
તેઓ મેન્યુફેક્ચરિંગ, શિક્ષણ, સ્કીલ ડેવલપમેન્ટ તથા દ્વિપક્ષિય સંબંધો અંગે ભારત સરકારની અનેક સમિતિના સભ્ય છે. તેઓ મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી અને સીએસઆર ખાસ કરીને શિક્ષણ, સ્વાસ્થની દેખરેખ અને સમાજને પરત આપવા જેવી બાબતોમાં ખૂબ જ ઉત્સાહ અને જુસ્સો ધરાવે છે.