પેટલાદ રૂરલ પોલીસે પકડેલા રૂ.૩૫ લાખના દારૂનો નાશ કર્યો
(તસ્વીરઃ દેવાંગી ઠાકર,પેટલાદ) પેટલાદ રૂરલ પોલીસ મથકે વર્ષ ૨૦૨૩ દરમ્યાન લગભગ રૂ.૩૫ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ દારૂનો નાશ આજરોજ પાળજ સ્થિત સાગર ફેક્ટરી પાસે કરવામાં આવ્યો હતો. પેટલાદ નાયબ પોલીસ અધિક્ષક પી કે દિયોરા, પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની, ઈ.ચા. સીપીઆઈ કે ડી બ્રહ્મભટ્ટ, રૂરલ પીએસઆઈ, પોલીસ કાફલાની ઉપસ્થિતીમાં દારૂનો નાશ સવારે ૧૦ કલાકે કરવામાં આવ્યો હતો.
ગત વર્ષ ૨૦૨૩માં પ્રોહિબિશનના ત્રણેક ગુના હેઠળ આશરે ૧૮૩૫૩ બોટલ વિદેશી દારૂ પકડાયો હતો. જેની કિંમત અંદાજીત રૂ.૩૪૮૭૩૨૦ થતી હતી. આ મુદ્દામાલનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમ્યાન આગની કોઈ ઘટના બને નહીં તેની તકાદારીના ભાગ રૂપે ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. ઉપરાંત દારૂ નાશ કરતી વખતે પણ પાણીનો સતત મારો ચાલુ રાખવામાં આવ્યો હતો.