શિક્ષકે વિદ્યાર્થીના હિતમાં મારેલો લાફો દુષ્પ્રેરણાનો ગુનો ન ગણાવાય: હાઈકોર્ટ
સુરતની શાળાના વિદ્યાર્થીને લાફો માર્યા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરેલી
અમદાવાદ, સુરતની શાળાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા લાફો માર્યા બાદ ટ્રસ્ટી દ્વારા કરાયેલી શિક્ષાને લઈ લાગી આવતા વિદ્યાર્થીએ કરેલી આત્મહત્યાના કેસમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ દિવ્યેશ એ.જોષીએ અરજદાર શિક્ષક અને ટ્રસ્ટી વિરૂદ્ધની પોલીસ ફરિયાદ રદબાતલ ઠરાવી હતી.
હાઈકોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, શિક્ષક દ્વારા વિદ્યાર્થીના હિતમાં લાફો મારવાનું કૃત્ય આત્મહત્યા માટે દુષ્પ્રેરણા ગણી શકાય નહીં. કોર્ટની સંવેદના પરિવાર સાથે હોય તો પણ નિર્દોષને સજા કરવી કે કેસ ચલાવવો વાજબી નહીં કહેવાય.
આ કેસની વિગત મુજબ ગત તા.રર-૧-ર૦૧૬ના રોજ સુરતની સમર્પણ સ્કૂલમાં ધો.૧ર સાયન્સમાં ભણતાં ૧૮ વર્ષીય વિદ્યાર્થીએ એપાર્ટમેન્ટના ૧૧ માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લેતાં તેની માતાએ પુણા પોલીસ મથકમાં શાળાના શિક્ષક અને ટ્રસ્ટી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદપક્ષના કેસ મુજબ મરનાર વિદ્યાર્થીના અન્ય મિત્રોએ શાળાના ટ્રસ્ટીને ફરિયાદ કરી હતી કે શાળાનો અગાઉનો ટિચિંગ સ્ટાફ સારો હતો અને તેની સરખામણીએ નવો ટિચિંગ સ્ટાફ જોઈએ તેવો નથી.
વિદ્યાર્થીઓ વચ્ચે આ ફરિયાદની વાત શાળાના શિક્ષક ચંદ્રેશભાઈ સાંભળી જતાં તેમણે મિલન નામના વિદ્યાર્થીને માર્યો હતો અને ખખડાવ્યો હતો કે તેણે કેમ ટ્રસ્ટીને નવા ટિચિંગ સ્ટાફ અંગે ફરિયાદ કરી. એ વખતે શિક્ષકે તેઓ અન્ય વિદ્યાર્થીઓને પણ મારશે તેવી ધમકી આપી હતી. બીજા દિવસે તા.ર૧-૧-ર૦૧પના રોજ આ શિક્ષકના કલાસરૂમમાં બેંચ પાછળ હંગામીની ઘટના જણાતાં શિક્ષકે મરનાર વિદ્યાર્થીને ડાયસ પાસે બોલાવી બેથી ત્રણ લાફા માર્યા હતા.