Western Times News

Gujarati News

USAમાં ભારતીયની હત્યા કરનારને ઈન્જેકશન મોતની સજા આપવામાં આવી

(એજન્સી)ઓકલાહોમા, અમેરીકાના ઓકલાહોમા રાજયમાં વર્ષ ર૦૦રમાં એક ભારતીય સહીત બે લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાઓના દોષીતને ગુરુવારે મોતની સજા ફટકારવામાં આવી છે. અમેરીકાના મીડીયા અહેવાલ મુજબ દોષીત માઈકલ ડ્રેવન સ્મિથ ૪૧ વર્ષને ઓકલાહોમાની જેલમાં ઈન્જેકશન આપીને મોત સજા આપવામાં આવી છે.

સ્મિતે વર્ષે ર૦૦રમાં ભારતીય નાગરીક શરદ પુલ્લુર અને જેનેટ મુરની હત્યા કરી હતી. સ્મિથે આ બંને હત્યાઓ અલગ અલગ સમયે કરી હતી. કોર્ટે આરોપીને દોષીત ઠેરવીને મોતની સજા સંભળાવી હતી. ઓકલાહોમાના એટોની જનરલ જેન્ટર ડ્રમન્ડે સ્મિથને સજાના પછી અમને આશા છે. કે આજના દિવસે મુર અને શરદના પરીવાર માટે કેટલીક હદે શાંતી મળી હશે.

ઓકલાહોમા રાજયમાં આ વર્ષની પ્રથમ મોતની સજા છે. એટોની જનરલ જેન્ટર ડ્રમન્ડે વધુમાં કહયું કે બંને પીડીત સારા માનવી હતા અને તેમની સાથે આવું થવું જોઈએ. નહી શરદ પોતાના પરીવારનો પ્રથમ વ્યકિત હતો, જે શિક્ષણ પ્રાપ્ત કરવા અમેરીકા આવ્યો હતો. તેનું ભવીષ્ય ઉજજવળ હતું બંને પીડીતો સાથે હવે ન્યાય થયો છે. બંને પીડીતોને પીરવરારોએ પણ દોષીતને મોતની સજા મળ્યા પછી સંતોષ જાહેર કર્યો અને કહયું કે હવે અમારી સાથે ન્યાય થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.