Western Times News

Gujarati News

રાજધાની દિલ્લીમાં માસૂમોની સોદેબાજી કરતી ગેંગનો પર્દાફાશ

આ રેકેટમાં જોડાયેલા કુલ ૭ લોકોની ધરપકડ કરી લીધી છે, જેમા ૫ મહિલા અને 2 પુરૂષનો સમાવેશ થાય છે

રાજધાની દિલ્લીમાં બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઈ

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્લીમાં સીબઆઈએ એક મોટા ઓપરેશનને પાર પાડતા નવજાત બાળકોની સોદેબાજી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. સીબઆઈએ ચાઈલ્ડ ટ્રાફિકિંગ કેસમાં દિલ્લી અને હરિયાણાની અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમા દિલ્લીના કેશવપુરમાંથી ૩ બાળકોનું રેસ્ક્યું પણ કર્યું.પોલીસે હાલ તો આ રેકેટમાં જોડાયેલા કુલ ૭ લોકોની ધરપકડ કરી લીધી છે..

જેમા ૫ મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે.. આ આરોપીઓમાં એક વ્યક્તિ હોસ્પિટલનો વોર્ડબોય પણ છે… ત્યારે એવી પણ શંકા છે કે આ ગેંગ હોસ્પિટલમાંથી પણ બાળકોની ચોરીને અંજામ આપતી હોઈ શકે.. પોલીસે કેશવપુરમમાં રેડ દરમિયાન ૫.૫ લાખની રોકડ સહિત કેટલોક આપત્તિજનક સામાન પણ જપ્ત કર્યો છે… સાથે જ કુલ ૧૦ લોકો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સીબઆઈની પ્રાથમિક તપાસમાં સોદેબાજીના આ નેટવર્કના કેટલાક મહત્વના ખુલાસા પણ થયા છે.

જે મુજબ આ ગેંગ ફેસબુક, વોટ્‌સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી નિઃસંતાન દંપત્તિઓનો સંપર્ક કરતા હતા, જેઓ બાળકને દત્તક લેવા માગતા હોય. આ ગેંગ કથિત રીતે વાસ્તવિક માતા-પિતાની સાથે સાથે સરોગેટ માતાઓ પાસેથી પણ બાળકોની ખરીદી કરતી હતી. વળી બીજી તરફ નિઃસંતાન દંપત્તિને ૨૪ કલાકમાં બાળક સોંપવાની બાંહેધરી આપતી. તેઓ એક બાળક દિઠ ૪થી ૬ લાખ રૂપિયા પડાવતા હતા. સીબઆઈએ દરોડા દરમિયાન ત્રણ બાળકોનું રેસ્ક્યું કર્યું, તેમા બે બાળકો તો માંડ ૧૫ દિવસના હતા.

તો એક બાળક માત્ર ૩૬ દિવસનું હતું. જોકે હવે સીબઆઈની ટીમ અને પોલીસ આ બાળકોની જાણકારી એકત્ર કરી રહી છે.. આ બાળકોનું ક્યાંથી અને કઈ રીતે અપહરણ થયું તેની પણ તપાસ ચાલી રહી છે. વળી તેમણે જેમની પાસેથી બાળક ખરીદ્યા હોય અને જેમને વેચ્યા હોય તેવા લોકોની પણ તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે, તાજેતરમાં દિલ્લીની કેટલીક હોસ્પિટલમાંથી બાળકો ગૂમ થવાની ફરિયાદ ઉઠી હતી.. જેની તપાસ હાથમાં લેતા સીબઆઈને બાળકોના ખરીદ વેચાણની માહિતી હાથ લાગી. આ બંનેના તાર ભેગા કરતા અલગ અલગ જગ્યાએ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.