Western Times News

Gujarati News

મિરઝાપુરની સિઝન ૪ની પણ યોજના હોવાનો રસિકા દુગ્ગલનો સંકેત

મિરઝાપુર-૪ કદાચ શોની છેલ્લી સિઝન હશે

નિર્માતા રિતેશ સિધવાનીએ સંકેત આપ્યો હતો કે, ‘મુન્ના’ની વાપસી થશે પણ તેના પુનરાગમનની આસપાસ રહસ્ય ગૂંથવામાં આવશે

મુંબઈ, મિરઝાપુર વેબસિરીઝ સૌથી લોકપ્રિય સિરીઝમાં સ્થાન પામે છે. તાજેતરમાં જ નિર્માતાઓએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર તેની ત્રીજી સીઝન સ્ટ્રીમ કરવાની જાહેરાત કરીને દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. ચાહકો ત્રીજી સીઝનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે રસિકા દુગ્ગલે મિરઝાપુર-૪ બનવાનાં પણ સંકેત આપ્યા છે. મિરઝાપુર-૪ કદાચ શોની છેલ્લી સિઝન હોવાનું મનાય છે.

શોમાં બીના ત્રિપાઠીની ભૂમિકા ભજવનાર રસિકા દુગ્ગલે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મિરઝાપુર-૩ જોયા પછી લોકો મિરઝાપુર-૪ જોવા અધીરા બનશે. સિઝન-૨માં ગુડ્ડુ ભૈયા ઉર્ફે અલી ફઝલે બદલો લીધો હતો અને તેના પરિવારને ખતમ કરવા બદલ મુન્ના (દિવ્યેન્દુ ગાંગુલી)ની હત્યા કરી હતી. જોકે, આગામી સિઝનમાં ‘મુન્ના’ની રહસ્યમય એન્ટ્રી થશે અને શોમાં ટિ્‌વસ્ટ આવશે.

નિર્માતા રિતેશ સિધવાનીએ સંકેત આપ્યો હતો કે, ‘મુન્ના’ની વાપસી થશે પણ તેના પુનરાગમનની આસપાસ રહસ્ય ગૂંથવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, “મુન્ના ત્રિપાઠી પુનરાગમન કરશે, પણ તેની એન્ટ્રી અસામાન્ય હશે. એક્ટર દિવ્યેન્દુ શર્મા પરિવારમાં પાછો આવશે, પણ દર્શકો સમક્ષ તેના કેરેક્ટરને અલગ રીતે રજૂ કરાશે.”

સિઝન-૩માં કાલીન ભૈયા તરીકે પંકજ ત્રિપાઠીની તાકાત અને વગ બમણાં હશે. મુન્નાના મૃત્યુ પછી બીના ત્રિપાઠી તેના પુત્રને આગામી ઉત્તરાધિકારી બનાવશે. બદલો લીધા પછી ગુડ્ડુ ભૈયા નવી મુશ્કેલી આવે તે પહેલાં શાંત રહેશે. મિરઝાપુર-૩ જુલાઇના મધ્ય ભાગ સુધીમાં સ્ટ્રીમ થાય તેવી શક્યતા છે ત્યારે ચાહકો ત્રીજી સિઝનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.