Western Times News

Gujarati News

નો એન્ટ્રી ૨’ની ૧૦માંથી ૩ હિરોઈનોના નામ જાહેર થયા

‘નો એન્ટ્રી ૨’ને હાલમાં ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ કહેવામાં આવી રહ્યું છે

ફિલ્મમાં અનિલ કપૂર, ફરદીન ખાન, લારા દત્તા, એશા દેઓલ સહિત ઘણા કલાકારો હતા

મુંબઈ, સલમાન ખાનની ફિલ્મ ‘નો એન્ટ્રી ૨’ને લઈને દરરોજ નવા અપડેટ્‌સ સામે આવી રહ્યા છે. આ ૨૦૦૫માં આવેલી ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલ છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ પડી હતી. આમાં ઘણાં બધા સ્ટાર્સ એક સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં અનિલ કપૂર, ફરદીન ખાન, લારા દત્તા, એશા દેઓલ સહિત ઘણા કલાકારો હતા. આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું હતું. હવે તેની સિક્વલ બનવા જઈ રહી છે. ફિલ્મ નિર્માતા બોની કપૂરે તાજેતરમાં જ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે મોટું અપડેટ આપ્યું હતું.

બોની કપૂરે કહ્યું હતું કે ‘નો એન્ટ્રી ૨’માં એકસાથે ૧૦ અભિનેત્રીઓ સાથે જોવા મળશે. પરંતુ તેઓ કઈ અભિનેત્રીઓ હશે? તે અંગે કોઈ ખુલાસો નહોતો કરાયો. રિપોટ્‌ર્સ અનુસાર, હવે ફિલ્મમાં જોવા મળનારી ૧૦માંથી ૩ એક્ટ્રેસ વિશે જાણકારી મળી છે. આમાં પહેલું નામ છે શ્રદ્ધા કપૂરનું. તાજેતરમાં જ શાહિદ કપૂર સાથેની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં લીડ રોલમાં જોવા મળેલી કૃતિ સેનનનું નામ આવે છે. શ્રદ્ધા કપૂર અને કૃતિ સેનન સાથે ત્રીજું નામ માનુષી છિલ્લરનું છે.

પરંતુ તે પહેલાં માનુષી છિલ્લર ૧૦ એપ્રિલે રિલીઝ થનારી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળશે. આ ત્રણેય અભિનેત્રીઓ અનીસ બઝમીની ફિલ્મ ‘નો એન્ટ્રી ૨’માં સાથે જોવા મળશે. અગાઉ, જ્યારે અનીસ બઝમીને ‘નો એન્ટ્રી’ની સ્ટાર કાસ્ટ માટે સલમાન ખાન વિશે પૂછવામાં આવ્યું કે, શું સલમાન ખાન આ ફિલ્મમાં જોવા મળશે? તેણે જવાબ આપ્યો હતો કે સલમાન ખાન અને અનિલ કપૂરને ‘નો એન્ટ્રી’માંથી કોઈ રિપ્લેસ નહીં કરી શકે.

આ રીતે તેણે ફિલ્મમાં સલમાન ખાન અને અનિલ કપૂરના નામની પુષ્ટિ કરી છે. ફિલ્મમાં પુરૂષ કલાકારો અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ ફાઇનલ છે. અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ પહેલીવાર ‘નો એન્ટ્રી’માં સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. ‘નો એન્ટ્રી ૨’ને હાલમાં ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ કહેવામાં આવી રહ્યું છે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી નામ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.