Western Times News

Gujarati News

સલમાન ખાનના શોમાં જોવા મળશે શાહરુખ ખાનની ઓનસ્ક્રીન ‘દીકરી’

સનાએ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં અંજલિનું પાત્ર ભજવ્યું હતું

બિગ બોસ ઓટીટી ૩ની ચાહકો રાહ જોઈ રહી છે, આ શોમાં ભાગ લેવા માટે ઘણા નામો ચર્ચામાં છે

મુંબઈ, સલમાન ખાનનો વિવાદાસ્પદ શો બિગ બોસ ૧૭ પૂરો થતાંની સાથે જ દરેક લોકો તેની આગામી સિઝન એટલે કે બિગ બોસ ૧૮ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ બધા બિગ બોસ બિગ બોસ ઓટીટી ૩ની પણ રાહ જોઈ રહ્યા છે. આ દિવસોમાં આ શોને લઈને ઘણી હાઈપ ચાલી રહી છે. આ શોમાં ભાગ લેવા માટે ઘણા નામો ચર્ચામાં છે. હવે આ શોને લઈને નવા અપડેટ્‌સ સામે આવી રહ્યા છે.

દરમિયાન, હવે બિગ બોસ ઓટીટી ૩માં જોડાવા માટે વધુ એક નામ હેડલાઇન્સમાં છે. આ સ્ટારનું શાહરૂખ ખાન સાથે ખાસ કનેક્શન છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાનની ઓનસ્ક્રીન દીકરી એટલે કે સના સઈદ પણ જોવા મળી શકે છે. સનાએ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં અંજલિનું પાત્ર ભજવ્યું હતું. એક અહેવાલ અનુસાર, શો માટે બિગ બોસ બિગ બોસ ઓટીટી ૩ ના નિર્માતાઓ દ્વારા સનાનો સંપર્ક કરવામાં આવ્યો છે.

આ પહેલા પણ શોના મેકર્સે બિગ બોસ ૧૭ માટે સનાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તે સમયે સના શોનો ભાગ બનવા માંગતી ન હતી.જોકે, આ વખતે સના શોમાં ભાગ લેવા માટે રસ દાખવી રહી છે. જો બધું બરાબર રહેશે તો તમે સનાને સલમાનના શોમાં જોઈ શકશો. જો કે હજુ સુધી આ મામલે સના તરફથી કોઈ માહિતી સામે આવી નથી.

જણાવી દઈએ કે સલમાન ખાનનો શો ‘બિગ બોસ ઓટીટી ૧’ ટીવી અભિનેત્રી દિવ્યા અગ્રવાલ જીત્યો હતો. તે જ સમયે, તેની બીજી સીઝન એટલે કે ‘બિગ બોસ ઓટીટી ૨’ યુટ્યુબર એલ્વિશ યાદવે જીતી હતી. સના સઈદ ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. સનાએ ‘બાબુલ કા આંગન છોટે ના’, ‘ખતરોં કે ખિલાડી’, ‘નચ બલિયે’, ‘લો હો ગઈ પૂજા ઇસ ઘર કી’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. ફિલ્મોની વાત કરીએ તો સનાએ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં નાનકડો રોલ કર્યો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.