‘સાકી સાકી’ ડાન્સ સ્ટેપના કારણે છેલ્લા 5 વર્ષથી પીડાઈ રહી છે નોરા ફતેહી
શા કારણે પિડાઈ રહી છે નોરા ફતેહી
નોરા ફતેહીનું ફિલ્મ ‘બાટલા હાઉસ’માં ‘સાકી સાકી’ સોન્ગ ખૂબ જ ફેમસ થયું હતું
મુંબઈ, નોરા ફતેહી પોતાના શાનદાર ડાંસ સ્ટાઈલના કારણે ફેમસ છે. એક્ટ્રેસે ઘણી ફિલ્મોમાં હોશ ઉડાવી દે તેવા ડાંસ સ્ટેપ કર્યા છે. પરંતુ એક્ટ્રેસ પાછલા પાંચ વર્ષોથી પીડામાં છે. નોરા ફતેહીનું ફિલ્મ ‘બાટલા હાઉસ’માં ‘સાકી સાકી’ સોન્ગ ખૂબ જ ફેમસ થયું હતું. એક્ટ્રેસ પોતાના શાનદાર ડાંસ પરફોર્મન્સથી સ્ક્રની પર આગ લગાવી દીધી હતી.
જોકે આ ગીતના કારણે તેને ખૂબ જ પીડા સહન કરવી પડી હતી. એક્ટ્રેસે હાલમાં જ તેનો ખુલાસો કર્યો છે. ફિલ્મ ‘બાટલા હાઉસ’માં ‘સાકી સાકી’ ગીતે એક્ટ્રેસની કિસ્મત તો બદલી નાખી પરંતુ આ સોન્ગ પર ડાંસ કરતા સમયે નોરા ફતેહીને ખૂબ જ શારીરિક સ્ટ્રેસનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં નોરાએ જણાવ્યું કે ઘણી બધી વખત હુક સ્ટેપની પ્રેક્ટિસ કરી અને તેને સ્ટેજ પર પણ ઘણી વખત પરફોર્મ કર્યું છે.
એક્ટ્રેસે જણાવ્યું, “આ એટલો મુશ્કેલ સ્ટેપ હતો કે હું હજું પણ ફિઝિયોથેરાપી કરું છું.” એક્ટ્રેસે ખુલાસો કર્યો કે સ્ટેપ અને ડાંસના કારણે થતા દુખાવાના કારણે તે પાછલા પાંચ વર્ષથી ફિઝિયોથેરાપી કરી રહી છે. નોરાએ કહ્યું, “આ મારા ફેવરેટ સ્ટેપમાંથી એક છે. મને લાગે છે કે તે સ્ટેપથી લોકોને કહેવું પડ્યું છે કે વાહ! વાહ શું કરી રહી છે.” એક્ટ્રેસે કહ્યું કે ડાંસે ઘણા લોકોને પોતાને શારીરિક રીતે આગળ વધવા માટે ઈન્સ્પાયર કર્યા છે.ss1