‘દો ઔર દો પ્યાર‘માં વિદ્યા બાલનની દમદાર એક્ટિંગ
૧૯ એપ્રિલના રોજ રિલીઝ થશે ‘દો ઔર દો પ્યાર’
વિદ્યા બાલન રોમેન્ટિક કોમેડી ફિલ્મ દો ઔર દો પ્યારથી ફેન્સને એન્ટરટેનમેન્ટ કરાવવા માટે તૈયાર છે
મુંબઈ,બોલિવૂડની સુપર ટેલેન્ટેડ વિદ્યા બાલન છેલ્લા ઘણાં સમયથી સ્ક્રીનથી દૂર છે, પરંતુ એક્ટ્રેસ હવે જલદી પડદા પર પોતાની એક્ટિંગથી કમબેક કરશે. વિદ્યા બાલન રોમેન્ટિક કોમેડી ફિલ્મ દો ઔર દો પ્યારથી ફેન્સને એન્ટરટેનમેન્ટ કરાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં વિદ્યા બાલનની સાથે પ્રતીક ગાંધી, ઇલિયાના ડિક્‰જ અને સેંઘિલ લીડ રોલમાં છે. પ્રતીક ગાંધી, વિદ્યા બાલનની ભૂમિકામાં નજરે પડવાના છે. ફેન્સ આ ફિલ્મ માટે સુપર એક્સાઇટેડ છે. જો કે ફિલ્મને રિલીઝ થવામાં થોડો સમય બાકી છે ત્યાં ફેન્સ ફિલ્મ માટે સુપર એક્સાઇટેડ છે.
જો કે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મ સોશિયલ મિડીયામાં છવાઇ ગયુ છે.જાણો કેવુ છે ફિલ્મનું ટ્રેલર? ‘દો ઔર દો પ્યાર’નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલરની શરૂઆત વિદ્યા અને પ્રતિકના ઝઘડાથી શરૂ થાય છે. ત્યારબાદ પ્રતીક ગાંધી ઇલિયાનાની સાથે એકસ્ટ્રા મેરિટેલ અફેર કરી બેસે છે. જ્યારે બીજી બાજુ વિદ્યાને સેંઘિલ સાથે પ્રેમ થઇ જાય છે. પરંતુ કહાનીમાં ટિ્વસ્ટ ત્યારે આવે છે ત્યારે ફરી એક વાર વિદ્યા અને પ્રતીક એકબીજાના પ્રેમમાં પડે છે. ત્યારબાદ ફિલ્મની કહાનીમાં ટિ્વસ્ટ આવે છે.
ટ્રેલર જોતા એવું લાગી રહ્યું છે કે મુવીમાં ફૂલ ટૂ એન્ટરટેનમેન્ટનો તડકો હશે. વિદ્યા બાલનને આ રોલમાં જોવી એ પણ એક ફેન્સ માટે એન્ટરટેનિંગ હશે. જો કે ફેન્સને મુવીનું ટ્રેલર ખૂબ પસંદ પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ‘દો ઔર દો પ્યાર’ ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં ૧૯ એપ્રિલના રોજ રિલીઝ થશે. રોમેન્ટિક-કોમેડી ફિલ્મનું ડાયરેક્શન શ્રીષા ગુહા થાકુરતાએ કર્યુ છે.
આ ફિલ્મ લવ, લાફ્ટર અને મોર્ડન સંબંધોના કોમ્પલીકેશનનું સેલિબ્રેશન છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન, પ્રતીક ગાંધી, ઇલિયાના ડિક્›ઝ અને સેંથિલ રામમૂર્તિ મહત્વની ભૂમિકામાં છે. માતા બન્યા પછી ઇલિયાના ડીક્‰ઝની આ બીજી ફિલ્મ છે જે મલ્ટીપ્લેક્સમાં થોડા દિવસો બાદ રિલીઝ થશે. જ્યારે વિદ્યા બાલન એક લાંબા સમય પછી ‘દો ઔર દો પ્યાર’ ફિલ્મથી વાપસી કરી રહી છે. આ સિવાય કાર્તિક આર્યન સ્ટારર ભૂલ ભુલૈયા ૩ માં જોવા મળશે.ss1