Western Times News

Gujarati News

સ્ટાર કિડ્‌સને યોગ્યતા વગર સારાં રોલ મળી જાય છેઃ ક્રિતિ

અભિનેત્રી ક્રિતિ સેનન ફિલ્મ ‘ક્રૂ ’ની સફળતાને પગલે ખુશ

તાજેતરમાં શાહીદ કપૂર સાથેની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ફિલ્મને દર્શકોએ અને ક્રિટિક્સે પણ વખાણી હતી

મુંબઈ, એક ઇન્ટરવ્યુમાં ક્રિતિએ તેની કારકિર્દી અંગે ખુલીને વાત કરી હતી. તેણે પોતાનાં અનુભવ પરથી જણાવ્યું કે સ્ટાર કિડ્‌સને પોતાની યોગ્યતા સાબિત કર્યા વગર પણ ફિલ્મોમાં કામ કરવાના સારી તક મળી રહી છે. એક સમય એવો હતો, જ્યારે હું ઇચ્છતી હતી કે હું એક અભિનેત્રી તરીકે મારી ક્ષમતાને સાબિત કરું, પરંતુ મારી પાસે ફક્ત જૂજ તકો જ હતી.

જ્યારે, નવા ચહેરા મોટા ભાગે ફિલ્મ બેક ગ્રાઉન્ડવાળા પરિવારમાંથી આવતા હતા, જેમનામાં કોઈ પ્રતિભા ન હોવા છતાં તેમને સારા રોલ મળી જતા હતા. પોતાની ક્ષમતા પુરવાર કરવાની અને પડકારોનો સામનો કરવાની તાકાત અંગે ક્રિતેએ જણાવ્યું કે, હું હંમેશા કહેતી આવી છું કે, “એક્ટર કે તૌર પર આપકો જીતના ઘડા મિલેગા, ઉતના હી આપ ભર સકતે હો. અગર આપકો છોટા બર્તન દિયા જાય તો ઉસ મેં આપ ઉતના હી પાની ભર સકતે હો. અગર આપકો બડા બર્તન દિયા જાયેગા તો આપ ઔર ભર સકતે હો.” અભિનેત્રીએ ઉમેર્યું કે હું નિરાશ થઈ રહી હતી, કારણ કે મને ખબર હતી કે હું શું કરી રહી છું.

જોકે, ત્યારે મારી પાસે કોઇ પ્રોજેક્ટ નહતો. એ સમયે કેટલાક નવા ચહેરા પણ આવ્યા હતા, જેમાં કેટલાક ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી હતા, ત્યારે મને લાગ્યું કે મારે કંઇક નવા રોલ કરવા જોઇએ. એવામાં મને ‘મિમી’ ફિલ્મ ઓફર થઈ. મને આ ફિલ્મની ઓફર થઈ ત્યારે હું આ પડકારજનક ભૂમિકા સાથે ન્યાય કરવા તૈયાર હતી. હીરોપંતી ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે બોલિવૂડમાં કારકિર્દી શરૂ કર્યા પછી ૧૦ વર્ષમાં ક્રિતિએ ઘણો સંઘર્ષ કર્યો છે. ક્રિતિની આગામી ફિલ્મ ‘દો પત્તી’ તેનાં હોમ પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્મિત છે,

જેમાં દર્શકોને ઉત્તર ભારતના રમણીય પર્વતોની રોમાંચક સફર જોવા મળશે. અભિનેત્રી કાજોલ અને તન્વી આઝમી સહિતની સ્ટારકાસ્ટ ધરાવતી આ ફિલ્મ થ્રિલર જોનરમાં ક્રિતિનું પ્રથમ સાહસ છે. દર્શકો તથા વિવેચકો તેની આતુરતા રાહ જોઈ રહી છે. કરીના કપુર, તબ્બુ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ ‘ક્‰’એ રિલીઝનાં નવમા દિવસે રવિવાર સુધીમાં ગ્લોબલ બોક્સ ઓફિસ પર રૂ. ૧૦૪.૮ કરોડની કમાણી કરી લીધી છે. રવિવારે તબ્બુ અ કરીનાએ તેમનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કલેક્શનનાં લેટેસ્ટ આંકડા શેર કર્યા હતા. કરીનાએ પણ આ આંકડા શેર કરીને ફિલ્મની કાસ્ટ અને ક્› મેમ્બર્સને ટેગ કર્યા હતા. ક્રિતેએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનાં બીહાઇન્ડ ધ સીન્સ શેર કર્યા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.