લોકસભાની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર મુકત ભારતની વાતો બધાં કરે છે પરંતુ ભ્રષ્ટાચાર પર પ્રતિબંધ ફરમાવવાનું કામ તો સુપ્રિમ કોર્ટ કરે છે એનું શું ?!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/Court1.jpg)
દેશમાં નકારાત્મક વિચારધારા ભ્રષ્ટાચાર, દુરાચાર, અનાચાર, પાખંડિતતા અને અંધશ્રધ્ધામાં દેશ નૈતિક અદ્યઃ પતનના માર્ગનો વિકાસ કરી રહ્યો છે !! ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલે છે – દારૂબંધી ફકત કાગળ પર જ છે !!
તમે જેનાથી ડરો છો એ શક્તિશાળી નથી તમારો ડર શક્તિશાળી છે – એપ્રહ વિન્ફ્રે !!
તસ્વીર ભારતના ત્રિરંગાની છે જે આઝાદ ભારતનું પ્રતિક છે !! લોકશાહી પ્રજાસત્તાક ભારતની શાન છે !! બીજી તસ્વીર ભારતના આઝાદીની લડતનું અહિંસક નૈતિકતાસભર અને સાદગીના પ્રતિકરૂપી નેતૃત્વ કરનાર મહાત્મા ગાંધીની છે !! બીજી તસ્વીર લોકોના હૃદયને જોડનારા અને ભારતની આંતરિક એકતાના નકશીગર સરદાર વલ્લભભાઈ પટેલની છે !!
પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશનું સુકાન સંભાળ્યું ત્યારે દેશમાં રાજકીય પક્ષપલ્ટુ નહોતા !! આઈ.પી.એસ. અને આઈ.એ.એસ. અધિકારીઓમાં અભૂતપૂર્વ પ્રમાણિકતા હતી !! આજે દરેક નેતા ભ્રષ્ટાચારમુકત ભારતની વાત કરે છે પરંતુ આ નેતાઓમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓનો આત્મા હોત તો દેશમાં આટલો બધો ભ્રષ્ટાચાર વકર્યાે ન હોત ?!
અને સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટ પર વધારાની જવાબદારી આવી પડી ન હોત ?! વકીલોનું એક તટસ્થ જૂથ લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણી માટે મતદારોને ભ્રષ્ટાચારમુકત ભારત માટે કામ કરે એવા નેતાઓને ચૂંટવા અનુરોધ કરશે ?! જોઈએ વકીલો કેટલા જાગૃત છે !! – તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા
રાજકીય ભ્રષ્ટાચાર, વહીવટી ભ્રષ્ટાચાર, આર્થિક ભ્રષ્ટાચાર, માનસિક ભ્રષ્ટાચાર, કાયદાકીય ભ્રષ્ટાચારમાંથી કયો ભ્રષ્ટાચાર નાબુદ થયો ?!ઃ લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણી એ લોકોની સમસ્યાઓના ઉકેલ માટે લડવી જોઈએ !!
બ્રિટીશ વૈજ્ઞાનિક થોમસ હેનરી હકસલે સાતત્યને ઉજાગર કરતા કહ્યું છે કે, સત્યનું જગત શબ્દોના જગતથી પર અને બહાર હોય છે!! જર્મન – અમેરિકન વૈજ્ઞાનિક માર્ટીન એચ. ફિશરે કહ્યું છે કે, તમારૂં દિમાગ અલગ રીતે કામ કરે છે, કાં તો તમે ઈશ્વરે બનાવેલા કાયદા શોધી તેનું પાલન કરવાનો પ્રયાસ કરો છો, કાં તો તેને છેતરવાનો!! ભારતમાં એક તરફ વૈજ્ઞાનિક આધુનિક ટેકનોલોજીથી દેશનો હરણફાળ ભૌતિક વિકાસ થયો છે !! આધુનિક પુલો, રોડ રસ્તાઓ, અદ્યતન એરપોર્ટાે બની રહ્યા છે !!
તો બીજી તરફ દેશમાં નકારાત્મક વિચારધારા ભ્રષ્ટાચાર, દુરાચાર, અનાચાર, પાખંડિતતા અને અંધશ્રધ્ધામાં દેશ નૈતિક અદ્યઃપતનના માર્ગનો વિકાસ કરી રહ્યો છે !! ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચાલે છે માટે તો દારૂબંધી ફકત કાગળ પર જ છે !! ત્યારે અત્યારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કરે છે ?! બીજી તરફ કોંગ્રેસના શ્રી રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ પણ ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો કરે છે તો આ ભ્રષ્ટાચાર, દુરાચાર, અધર્મ છે શું ?! એની ચર્ચા વકીલો પણ કરતા થઈ ગયા છે !!
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૦૧૪ થી ૨૦૨૪ માં પણ ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો આગળ કર્યાે છે !! અને નેસ્તનાબુદીનો ધનુષ્યટંકાર કર્યાે છે !! દરેક પ્રકારનો ભ્રષ્ટાચાર, શિષ્ટાચાર બનતો જાય છે તેને રોકવા માટે એકશન પ્લાન ઈ.ડી., સી.બી.આઈ., ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ હોય તો તે સફળ થશે ?!
અમેરિકાના ઉદ્યોગપતિ બીલગેટસે કહ્યું છે કે, હું માનું છું કે, જો તમે લોકોને સમસ્યા બતાવશો અને તેના ઉકેલ પણ બતાવશો તો લોકો કામે વળગી જશે!! ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ૨૦૧૪ની ચૂંટણીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આજે ૨૦૨૪ માં પણ ભ્રષ્ટાચારનો મુદ્દો શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉઠાવ્યો છે !! અને ઈ.ડી., સી.બી.આઈ. અને ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ કામે લાગ્યા છે અનેક વિરોધપક્ષના નેતાઓે પાછળ કેન્દ્રીય તપાસ એજન્સી કામે લાગી ગઈ છે!
જાણે દેશને ભ્રષ્ટાચાર, દુરાચાર,અનાચારથી મુકત કરવાનું અભિયાન હાથ ધરાયું છે !! પરંતુ ઈ.ડી., સી.બી.આઈ. કે ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ ભારતને ભ્રષ્ટાચારમુકત ભારત કરી શકશે ?! શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ જોવાનું કે ભ્રષ્ટાચાર ફકત આર્થિક નથી રહ્યો ?! અત્યારે ભ્રષ્ટાચાર રાજનૈતિક ભ્રષ્ટાચાર વકર્યાે છે !! વ્યવસાયિક ભ્રષ્ટાચાર બેલગામ થયો છે ?! વ્યવસાયિક ભ્રષ્ટાચાર ડોકાય છે ?! આર્થિક ભ્રષ્ટાચાર ફેલાયો છે ?! શૈક્ષણિક ભ્રષ્ટાચારના મૂળીયા ઉંડા છે ?! તો આમાંથી ભારતને કઈ રીતે ઉગારશો ?! ૨૦૧૪ થી ૨૦૨૪ નો આ અંગે ગુપ્ત સર્વે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરવાની શું જરૂર નથી લાગતી ?!
ભારતની સુપ્રિમ કોર્ટ રાજનૈતિક ભ્રષ્ટાચાર !! વહીવટીય ભ્રષ્ટાચાર !! કાયદાકીય ભ્રષ્ટાચાર !! નાણાંકીય ભ્રષ્ટાચાર !! અને નૈતિક અદ્યઃપતનથી દેશના લોકોને બચાવવા એકલે હાથે કામગીરી કરી
ભારતના બંધારણીય ગરિમા જાળવી છે ત્યારે દરેક પોતાના આત્માને પુછે તેમણે શું કર્યુ ?! કે પછી શોર્ટકટ રસ્તો અપનાવ્યો ?! અમેરિકાના ટી.વી. શોઝના વિખ્યાત સંચાલકા એપ્રાહ વિન્ફ્રેએ કહ્યું છે કે, તમે જેનાથી ડરો એ શકિતશાળી નથી તમારો ડર શક્તિશાળી છે!!
ભારતની સુપ્રિમ કોર્ટ અને દેશની હાઈકોર્ટાેમાં જયાં સુધી કાબેલ, નિડર, નિષ્પક્ષ, નિષ્ઠાવાન અને બંધારણના રક્ષક ન્યાયાધીશો બેઠા છે ત્યાં સુધી ભ્રષ્ટ નેતાઓ, ભ્રષ્ટ સરકારી અમલદારો અને ભ્રષ્ટ સમાજ વ્યવસ્થાના કથિત ભ્રષ્ટ સંચાલકોથી ભારતના નાગરિકોને સુરક્ષા મળતી રહેશે !!
અત્યારે ભારતમાં કોઈ જગ્યા ભ્રષ્ટાચારથી મુકત રહી નથી એવું મનાય છે !! ત્યારે ભારતની સુપ્રિમ કોર્ટ ભ્રષ્ટાચાર, દુરાચાર, અનાચાર, કાયદાના શાસનનું પતન અને નૈતિક અદ્યઃપતન અટકાવવા ખૂબ જ ગહેરૂ અવલોકન કરીને ઐતિહાસિક ચૂકાદા આપ્યા છે કેટલાક લેન્ડમાર્ક નિર્ણયો કરીને દેશમાં બંધારણીય મૂલ્યોનું શાસન પ્રસ્થાપિત કર્યુ છે !!
ભારતની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડના નેતૃત્વવાળી બન્ચે ઈલેકટ્રોલ બોન્ડને કેન્દ્ર સરકારે લાગુ કરી હતી જેને ગેરબંધારણીય ઠરાવી રદબાતલ કરી નાંખી અને ભારતીય સ્ટેટ બેંકના ચક્રવ્યુહને સુપ્રિમ કોર્ટે ભેદી અને ને કથિત રાજકીય ભ્રષ્ટાચારની શકયતાના દરવાજે તાળુ મારી દીધું !!
પોલીસ તરફથી કથિત વહીવટી ભ્રષ્ટાચાર અટકાવવા પણ સુપ્રિમ કોર્ટની ભૂમિકા અગ્રેસર રહી છે !! સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી બી. આર. ગવઈ અને જસ્ટીસ શ્રી સંદીપ મહેતાની ખંડપીઠે એવું ઠરાવ્યું છે કે, જયારે આરોપીને આગોતરા જામીન આપ્યા હોય ત્યારે પોલીસને રીમાન્ડ લેવાની છૂટ આપી શકાય નહીં !! તેનાથી આગોતરા જામીન આપવાના હેતુનો ભંગ થાય છે !! આમ એક વહીવટી ગેરરીતિ અટકાવી કાયદાનું શાસન પ્રસ્થાપિત કર્યુ !!
ભારતની સુપ્રિમ કોર્ટ રાજકીય હોર્સ ટ્રેડીંગથી ચિંતિત છે !! આ લોકશાહી માટે જોખમરૂપ છે !! એવું સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ !! સુપ્રિમ કોર્ટે એમ.પી. અને ધારાસભ્યો લાંચ લઈને પ્રશ્નો પુંછે તે પણ રાજકીય ભ્રષ્ટાચાર છે !! સુપ્રિમ કોર્ટે કહ્યું કે સંસદ સભ્યો કે ધારાસભ્યા લાંચ લઈ વોટ આપે કે પછી પ્રવચન આપે હવે તેમને કાનૂની રક્ષણ રદ કરતો ચૂકાદો આપીને રાજકીય ભ્રષ્ટાચાર અટકાવ્યો છે !!
આ રીતે સુપ્રિમ કોર્ટે રાજકીય ભ્રષ્ટાચાર અટકાવ્યો છે !! છતાં આયારામ-ગયારામનું રાજકારણ ચલાવી આવા લોકોને ફરી ટિકીટ આપી કથિત રીતે અને પરોક્ષ રીતે રાજકીય પક્ષો હોર્સ ટ્રેડીંગ કરાવીને કયા મોઢે ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો કરે છે ?! વકીલોનું એકજૂથ આ મુદ્દે ઝુંબેશ ચલાવવા આગળ આવવાનું વિચારી રહ્યું હોવાનું મનાય છે !!
ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી બી. આર. ગવાઈ, જસ્ટીસ શ્રી સંદીપભાઈ મહેતાની ડીવીઝનલ બેન્ચે જામીન અરજીના કેસમાં એવું નિરીક્ષણ કર્યું છે કે લોકશાહીમાં નાગરિકોની સ્વતંત્રતા સર્વાેપરી છે જો નાગરિકોની સ્વતંત્રતાને લગતા કેસમાંની સૂનાવણી ઝડપી કરવામાં ન આવે તો કલમ-૨૧ હેઠળ અપાયેલ અમૂલ્ય અધિકારોથી વંચિત રહેવું પડે છે!!
અને સુપ્રિમ કોર્ટે અંતે આદેશ કર્યાે છે કે, ફોજદારી કેસો ચલાવતા તમામ ન્યાયાધીશોને સૂચના છે કે, તેઓ જામીન અને આગોતરા જામીન અરજીઓનો ઝડપી નિકાલ લાવે !! એ જ રીતે તાજેતરમાં આપ ના નેતા સંજયસિંહના જામીન સુપ્રિમ કોર્ટે મંજુર કરતા નોંધ્યું છે કે, એક માણસ ૧૧ નિવેદનો આપ્યા હતાં અને તેમાંથી ૧૦ નિવેદનો ઈ.ડી.એ સ્વીકાર્યા નથી એક નિવેદન કે જેમાં તેણે સંજયસિંહનું નામ લીધું તેણે ઈ.ડી.એ સ્વીકારી લીધું ?! અને સંજયસિહના સુપ્રિમ કોર્ટે જામીન મંજુર કર્યા છે!!– આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.