લિપ સર્જરીને કારણે સોશ્યલ મીડિયા પર ટ્રોલ થતા મંદિરા બેદીએ આપ્યો જવાબ
હાલ અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને યુઝર્સ કહી રહ્યા છે કે મંદિરાએ લિપ સર્જરી કરાવી છે
મુંબઈ, અભિનેત્રી અને ફેશન ડિઝાઇનર મંદિરા બેદી આ દિવસોમાં ભલે સ્ક્રીન પર જોવા ન મળે, પરંતુ મંદિરા બેદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેનો લુક અને સ્ટાઈલ લોકોના દિલ જીતી લે છે. ૫૧ વર્ષીય અભિનેત્રી બે બાળકોની માતા છે, તેમ છતાં તેની ફિટનેસની કોઈ સરખામણી નથી.
મંદિરા બેદીની તસવીરો એ વાતનો પુરાવો છે કે તે કેટલી સ્વસ્થ છે, પરંતુ હાલમાં જ મંદિરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંદિરાનો ચહેરો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
અભિનેત્રી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો દ્વારા ફિટનેસ ટિપ્સ શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં જ મંદિરાએ વિડીયો શેર કરીને જણાવ્યું હતું કે લોકો વૃદ્ધાવસ્થામાં પણ કેવી રીતે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે અને તેઓએ પોતાને કેવી રીતે સ્વસ્થ અને ફિટ રાખવા જોઈએ? પરંતુ આ વીડિયોમાં મંદિરાનો ચહેરો થોડો અલગ જ દેખાઈ રહ્યો હતો
. તેનો અલગ ચહેરો જોઈને કેટલાક યુઝર્સે વિચાર્યું કે મંદિરાએ લિપ સર્જરી કરાવી છે.આ વાતને લઈને મંદિરા બેદીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે પણ હવે અભિનેત્રીએ ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો છે. મંદિરા એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દરેક એંગલથી પોતાનો ચહેરો બતાવતી જોવા મળી રહી છે.
આને શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘હવે મેં તમામ એંગલથી પોઝ આપ્યો છે. આ ફિલ્ટર્સ છે, ફિલર્સ નહીં…’ આ પોસ્ટ શેર કરતી વખતે તેણે એક ગીત પણ ઉમેર્યું છે. ગીતનું નામ છે ‘કુછ તો લોગ કહેંગે લોગ કા કામ હૈ કહેના’.મંદિરાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વાયરલ પોસ્ટ પર તેના ઘણા ફેન્સ તેને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે.
જાણીતું છે કે અભિનેત્રી મંદિરા બેદી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તી છે અને તેણી એ ઘણા શોમાં કામ કર્યું છે. મંદિરા બેદીને ૯૦ના દાયકામાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં પણ દર્શકોએ જોઈ હતી. આ ફિલ્મ આજે પણ લોકોના મનમાં ઘર બનાવીને રહે છે અને લોકો મંદિરા બેદીના પાત્રને પણ યાદ કરે છે.ss1