Western Times News

Gujarati News

ટ્રાફિક સિગ્નલ પર CCTV કેમેરા પર સ્પ્રિંકલર લગાવાનો પ્લાન બનાવ્યો AMCએ

એએમસી દ્વારા ગરમીને લઈ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો

(એજન્સી)અમદાવાદ, ઉનાળાની ગરમી હવે ધીમે-ધીમે વધી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધશે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈ હીટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો ઊભા રહેતા હોય છે. જેના કારણે તેઓને તડકો અને ગરમી વધુ લાગે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

ટ્રાફિક સિગ્નલ જંકશન પર લાગેલા સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર તમામ દિશામાં આ સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે.

જેના કારણે વાહનચાલકોને ઠંડકનો અહેસાસ થશે અને ધોમધખતા તાપથી આંશિક રાહત પણ મળશે. નોંધનીય છેકે હાલ આ સ્પ્રિંકલર પ્રાયોગિક ઘોરણે લગાવાયા છે. જેના ઉપર સતત નજીર રખાઇ રહી છે. આ પ્રયોગની સફળતાના આધારે અન્ય ક્રોસ રોડ પર પણ તેનો અમલ કરવામાં આવશે.

અમદાવાદના મણીનગર વોર્ડમાં આવેલા પુષ્પકુંજ ટ્રાફિક જંકશન ખાતે બે દિવસથી સિગ્નલ બંધ હોય એવા સમયે ટ્રાફિક જંકશન ઉપર ઉભા રહેલા વાહન ચાલકોને ગરમીથી રાહત મળે એ માટે એકથી લઈ પાંચ સ્પ્રીન્કલરની મદદથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહયો છે. સિગ્નલ ખુલે એ સમયે સ્પ્રીન્કલર આપોઆપ બંધ થઈ જાય છે.આગામી સમયમાં શહેરના અન્ય ટ્રાફિક જંકશન ઉપર પણ આ પ્રકારે સ્પ્રીન્કલરની મદદથી લોકો ઉપર પાણી છંટકાવની વ્યવસ્થા કરાશે.

ઉનાળાની ગરમી હવે ધીમે-ધીમે વધી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધશે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીને લઈ હીટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો ઊભા રહેતા હોય છે, જેના કારણે તેઓને તડકો અને ગરમી વધુ લાગે છે.

જેને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ જંકશન પર લાગેલા સીસીટીવી કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે.

પાયલોટ પ્રોજેક્ટ તરીકે ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા પર સ્પ્રિંકલર લગાવનાર અક્ષર ફેસિલિટી સર્વિસના રોનક પટેલે જણાવ્યું હતું કે, ગરમીમાં લોકોને રાહત મળે તેના માટે ટ્રાફિક જંકશન ઉપર આવેલા સીસીટીવી કેમેરાના નીચે ઓટોમેટિક સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.