Western Times News

Gujarati News

સ્ક્રેપ પેઢીના GSTના આઈડી પાસવર્ડથી 12.77 કરોડનાં ખોટાં બીલનું કૌભાંડ

રાજકોટમાં સીએ અને વેપારી સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ, રાજકોટમાં સ્ક્રેપની એક પેઢીના જીએસટી નંબરના આઈ.ડી.પાસવર્ડ મેળવીને કુલ રૂ.૧ર.૭૭ કરોડના ખોટા બીલ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે સી.એ. તથા વેપારી સામે ફરીયાદ થતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ અંબીકા ટાઉન શીપમાં રહેતા અને કોઠારીયા સોલ્વટમાં કલ્પેશ ટ્રેડીગ નામે ભંગારનો ડેલો ધરાવતા કલ્પેશભાઈ રાણપરીયયા ઉ.૩૯૯ ની જાણ બહાર તેની પેઢીના જીએસટીમાં આઈડી પાસવર્ડના આધારે રૂપિયા ૧ર.૭૭ કરોડના બીલ બની ગયા હતા. આ મામલે તેમણે એ ડીવીઝન પોલીસ મથકમાં ગૌરવ કીરીટ પીઠડીયા અને અક્ષય જાયયંતી પીપળીયાય સામે ગુનો નોધાવ્યો છે.

કલ્પેશભાઈએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, અઢી વર્ષે પહેલા ઢોલરરા ગામે ભંગારની લે-વેચ કરતા આરોપી અક્ષય પીપળીયા પાસેથી આઠ લાખનો મીલનો ભંગાર ખરીધો હતો. જજે પેટે તેને મીલનો રૂપિયા આઠ લાખનો ચેક આપ્યો હતો. પરંતુ ચાર લાખનો માલ ખરાબ હોવાથી તે આરોપીને પરત આપી દીધો હતો. ત્યારબાદ કામધંધો સારો ચાલતો ન હોવાથી તે મુંબઈ જતા રહયા હતાં. જયયાં તેને સ્ક્રેપનો ધંધો ચાલુ કર્યો હતો.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે એકાદ વર્ષ પહેલા રાજકોટ પરત આવ્યા હતા અને પોતાનું સીએનું કામ સંભાળતા આરોપી ગોડલ રોડ પર જીમ્મીટાવરમાં આવેલી ગૌરવ પીઠડીયામાંથી ઓફીસે ગયા હતા. જયાં આરોપી પાસથે પોતાના જીએસટીના આઈડી પાસવર્ડ માંગ્યયા હતા. આ સમયે ગૌરવે જણાવ્યું હતું કે માર્ચ-ર૦ર૩માં આરોપી અક્ષયય તેની ઓફીસે આવ્યયો હતો. અને કલ્પેશભાઈનું અકસ્માત થયું છે.

તેના જીએસટીના આઈડી પાસવર્ડની જરૂર હોવાનું કહી વિગતો માગી હતી. કલ્પેશભાઈ પાસેથી ફીના રૂપિયા ૧૦ હજાર હોવાથી ગૌરવે માગ્યા તો અક્ષયે રૂપિયા પાંચ હજાર માંગ્યા હતા. એ પછી ગૌરવે આઈડી પાસવર્ડ આપ્યા હતા.

ત્યારબાદ એકાદ મહીના પછી એટલે કે ઓગષ્ટ-ર૦ર૩માં પરત આપ્યા હતા. જે અંગે તેને પોતાના મીત્રને વાત કરતા તેમણે અન્ય સીએનો કોન્ટેક કરાવ્યયો હતો. તે સીએ પાસે બધી વાત કરતાં અને જીએસટીનાં આઈડી પાસવર્ડ ચેક કરાવતા માર્ચ-ર૦ર૩થી ઓગષ્ટ-ર૦ર૩ સુધીમાં આરોપી અક્ષયને તેની પેઢીના આઈડી પાસવર્ડને દુરુપયોગ કરી રૂ.૧ર.૭૭ કરોડના ખોટા બીલો ખાતામાં બનાવ્યા હોવનું ખુલ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.