૧૧ અફેર બાદ ૨૪ વર્ષની ઉંમરે કુંવારી મા બની હતી આ એક્ટ્રેસ
ડૂબતું કરિયર બચાવવા ૪૭ વર્ષની ઉંમરે કર્યુ કમબેક
સલમાન ખાનથી લઇને શાહરૂખ ખાન જેવા સ્ટાર્સ સાથે તેણે કામ કર્યુ, પરંતુ કુંવારી મા બન્યા બાદ તેણે પોતાનું કરિયર દાવ પર લગાવી દીધું હતું
મુંબઈ, કહેવામાં આવે છે કે એક મા માટે તેના બાળકોથી વધારે બીજું કંઇ નથી હોતું. ૪૬ વર્ષની હસીના, જે એક્ટિંગથી સુપર પોપ્યુલર છે. એક્ટિંગ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાગાર્જૂન સાથે ‘રક્ષાક્કુડુ’માં કામ કર્યુ. સલમાન ખાનથી લઇને શાહરૂખ ખાન જેવા સ્ટાર્સ સાથે તેણે કામ કર્યુ, પરંતુ કુંવારી મા બન્યા બાદ તેણે પોતાનું કરિયર દાવ પર લગાવી દીધું હતું. હવે બાળકો મોટા થયા તો શાનદાર કમબેક કર્ય.
આ એક્ટ્રેસ બીજુ કોઇ નહીં પરંતુ સુષ્મિતા સેન છે. જે ફેમસ લોકો સાથે અફેરને લઇને ચર્ચામાં રહી છે, પરંતુ તેણે ક્યારેય કોઇની સાથે લગ્ન નથી કર્યા. તેણે લલિત મોદી, સંજય નારંગ, રણદીપ હુડ્ડા, અમ્તિયાઝ ખત્રી, વસીમ અકરમ અને મુદસ્સર અઝીઝ સહિત ૧૧ લોકોને ડેટ કર્યા. હવે રોહમન શોલ સાથે છે, જેની સાથે તેનું બ્રેકઅપ થઇ ગયું હતું. ‘મિસ યુનિવર્સ’નો ખિતાબ જીતનારી સુષ્મિતા સેન, હાલ પોતાના કરિયરના પીક પર છે. તેની તાલી અને આર્યા ૩માં દમદાર એક્ટિંગ માટે ખૂબ પ્રશંસા થઇ છે.
સુષ્મિતાએ હજુ સુધી લગ્ન નથી કર્યા પરંતુ તે બે દીકરીઓની મા છે. સુષ્મિતાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેણે ફિલ્મની શૂટિંગ અધવચ્ચે છોડવી પડી હતી કારણ કે તેની દીકરી રિની સેનને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, એક્ટ્રેસે વાતચીતમાં ખુલાસો કર્યો કે ત્યારે લોકો તેને કહેતા હતાં કે તે પોતાના કરિયરને ગંભીરતાથી લઇ રહી ન હતી. કારણ કે તેણે ૨૪ વર્ષની ઉંમરમાં એક બાળકીને દત્તક લીધી હતી.
કોઇ પણ વાત પર ધ્યાન આપ્યા વિના તેણે ફ્લાઇટ પકડી અને પોતાની દીકરી પાસે આવી ગઇ. મેકર્સ તેની સ્થિતિ સમજતા હતાં તેથી તેમણે પણ તેને રોકી નહીં પરંતુ જ્યારે તે એક અઠવાડિયા પછી પરત ફરી ત્યારે તેમની હાલત ખરાબ થઇ ગઇ. સુષ્મિતાએ વર્ષ ૨૦૦૦માં રિની નામની ૬ મહિનાની બાળકીને દત્તક લીધી હતી. તેવામાં અક્ષય કુમાર અને કરીના કપૂર ફિલ્મ ‘અજનબી’ (૨૦૦૧) અને ‘ઐતરાઝ’ (૨૦૦૪) માટે સાથે આવ્યા.મેકર્સે ભલે ‘ઐતરાઝ’માં સુષ્મિતા સેનને કાસ્ટ કરી લીધી હતી, પરંતુ પછીથી તેના બદલે પ્રિયંકા ચોપરાને લઇ લીધી. જણાવી દઇએ કે સુષ્મિતા સેને રિની બાદ અન્ય એક દીકરીને દત્તક લીધી.ss1