ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પાણી માટે વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો
પૈસા નહિ તો પાણી પણ નહિ! ગુજરાતનું પાણી રોકશે પાડોશી રાજ્ય
(એજન્સી)ગાંધીનગર, જળ માટે વસૂલી ની શરૂઆત થઈ બજાજ સાગર ડેમ કડાણા ડેમ પાસે બાકી નીકળતા પૈસા માંગ્યા છે. જો ગુજરાત સરકાર દ્વારા નાણાં ન ચૂકવતા રાજસ્થાન સરકાર પાણી બંધ કરશે. કડાણા ડેમની ઉપર આવેલ બાસવાડા ડેમમાંથી પાણી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. ત્યારે રાજ્યમાં પૈસા માટે પાણી રોકાય તેવી શકયતા દેખાઈ રહી છે.
પાણી મુદ્દે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. જેમાં રાજસ્થાનથી ગુજરાત આવનારા પાણીને રોકવાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત સરકારે ૩૧ કરોડ રૂપિયા રાજસ્થાન સરકારને આપવાના બાકી છે. રાજસ્થાનના ચીફ એન્જિનિયરનો દાવો છે કે ૩૧ કરોડ રૂપિયાનું પેમેન્ટ બાકી છે. તેથી ગમે ત્યારે રાજસ્થાન સરકાર ગુજરાતને પાણી ન આપવાનો નિર્ણય કરી શકે છે.
કડાણા સિંચાઈ વિભાગનો દાવો છે કે કોન્ટ્રાક્ટેડ પાણી મળતું નથી. જેમાં બાસવાડા ડેમમાંથી કડાણા ડેમમાં પાણી આવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે મહીસાગરમાં પાણીને લઈને યુદ્ધ શરૂ થયું છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પાણીનો વિવાદ ચાલી રહ્યો છે. પાણી માટેનું વિશ્વ યુદ્ધ થશે ખરું..??? પરંતુ શરૂઆત તો થઈ ચૂકી છે.
જો ગુજરાત સરકાર પૈસા નહીં આપે તો રાજસ્થાન સરકાર પાણી બંધ કરશે. કડાણા ડેમ ઉપરના બાસવાડા ડેમમાંથી પાણી રોકવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાન સરકાર રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં રાખવા તૈયાર છે. રાજસ્થાનનું પાણી રાજસ્થાનમાં રાખવા રાજસ્થાન સરકારે તૈયારી આરંભી દીધી છે. રાજસ્થાનના ચીફ ઈજનેર કડાણા ડેમ આવતા જ વિખવાદ ઉભો થયો છે.
ગુજરાત સરકાર દ્વારા કડાણા ડેમમાં ૪૦ ્સ્ઝ્ર પાણી મળવા છતાં અંદાજીત ૩૧ કરોડનું ચૂકવણું બાકી છે. તો બીજી તરફ, ૧૨ વર્ષમાં કોઈ કરાર આધારિત પાણી ન મળ્યું હોવાનું કડાણા સિંચાઇ વિભાગનો દાવો છે.