Western Times News

Gujarati News

નવસારીના ગડતના 31 પડીયાત્રીઓના સંઘને પાવાગઢ જતાં અકસ્માતઃ 1 મોત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડયો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું.જ્યારે બે પદયાત્રીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માત મામલે સ્થાનિક પોલીસ દોડી આવી વધુ તપાસ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીના ગડત ગામનો ૩૧ પડીયાત્રીઓનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યો હતા.આ દરમ્યાન ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર અસુરિયા પાટીયા પાસે સવારના સમયે અસુરીયા પાટીયા નજીક પીકઅપ વાનચાલકે પગપાળા સંઘના ટ્રેકટરને અડફેટમાં લીધું હતું.જેના કારણે ટ્રેક્ટરમાં સવાર ૫ જેટલા પદયાત્રીઓને ઈજા પહોંચી હતી.

જ્યારે ગંભીર ઈજાના પગલે ૩૯ વર્ષીય પદયાત્રી મેહુલ હળપતિનું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય ૨ પદયાત્રી મુકેશ હળપતિ અને ભીખુ હળપતિને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માતની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથધરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.