ગુજરાતના આ ગામમાં આજે પણ જાનૈયાઓને હોડીમાં બેસી લગ્નના માંડવે જવું પડે છે

વરેઠ બેટ ગામના વરરાજા અને જાનૈયાઓ હોડીમાં બેસી ને લગ્નના માંડવે પહોંચવા મજબૂર ..!!
(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાતમાં ચૂંટણીઓ આવે એટલે રાજકીય પ્રચાર સભાઓના મંચો ઉપરથી વિકાસ વિકાસ અને વિકાસ ના રાજકીય ભાષણો અને આ પૂર્વે લાખ્ખો અને કરોડો રૂપિયા ના વિકાસ કામો ના લોકાર્પણો અને ઉદ્ઘાટ સમારોહ વચ્ચે મહીસાગર જિલ્લા કડાણા ડેમના ઉપરવાસમાં આવેલ વરેઠ ગામ બેટ વિસ્તારમા આવ્યુ છે.
આ ગામ મહીસાગર નદી ના પાણીથી ઘેરાયેલ છે આ વરેઠ બેટ વિસ્તારના કામ સુધી વિકાસ પહોંચ્યો નથી પરિણામે વરેઠ ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં નવવધુ દંપતિ અને જાનૈયાઓ મજબૂર બનીને હોડી માં સફર કરતા જોવા મળ્યા હતા.
ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી પ્રો. કુબેરભાઈ ડીંડોર અને દાહોદ ભા.જ.પ ના સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર ના મતવિસ્તાર માં સમાવેશ મહીસાગર નદીના પાણીમાં ઘેરાયેલા વરેઠ બેટ ગામ કડાણા ડેમના ઉપરવાસમાં આવેલ છે. આ બેટ ગામમાં ગ્રામજનોની ચહલ પહલો માત્ર હોડીના સહારે જ હોય છે. આ વરેઠ બેટ ગામના એક યુવકના લગ્ન માટે વરરાજા અને જાનૈયાઓ હોડી માં બેસીને મહીસાગર નદી પાર કરીને ભુગળ ગામે પહોંચ્યા હતા
અને લગ્ન પ્રસંગ આટો પાયા બાદ નવદંપતી અને જાનૈયાઓ શરણાઈ ના સૂરોના આનંદ વચ્ચે હોડીમાં પરત આવ્યા હતા.!! જો કે લગ્ન ઉત્સવનો આનંદ અને આપણી સમસ્યાઓનો કોઈ નિકાલ નથી ની વરેઠ બેટના ગ્રામજનોની મજબૂર લાગણીઓનો અહેસાસ ક્યાંક ગુજરાત સરકારના સત્તાધીશો સુધી પહોંચશે તો પણ બસ કહેવાશે.!!