ઇડરના ચોટાસણમાં પૂ.રામજીબાપાના સતસંગમાં ભાવિકો ઉમટ્યા
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) સાબરકાંઠા જિલ્લાના ચોટાસણ ગામે પરમ પૂજ્ય શ્રી રામજીબાપા (ધોલવાણી) ના સત્સંગ મેળાવડાનું આયોજન થતાં તેમા અન્ય સંતો પણ ઉપસ્થિત રહ્યાં હતાઅને ઉપસ્થિત સૌએ મુમુક્ષુઓને શ્રીમદ રાજચંદ્ર, શ્રીમદ રામજીબાપા,શ્રીમદ નાથુબાપા તથા શ્રીમદ જેસીંગબાપા ના બોધ વચનો ળનું પાન કરાવ્યું હતું.
પૂ.રામજીબાપાએ કહ્યું કે બધામાં જે બેઠો છે એ જ અજરઅમર પરમાત્માને ઓળખો. પૂજ્ય શ્રી રામજી બાપાએ વધુમાં જણાવ્યું કે ભક્તિ એ તો વૈરાગ્ય નો માર્ગ છે. મીરાબાઈ ,શબરીબાઈ ને જેવો વૈરાગ રહેતો હતો એવો વૈરાગ આપણને રહે તો ભક્તિ ખરી. આજે કૂતરા, બિલાડા,સાપ ને વાઘ એ બધા કર્મ ફળ છે, બધા માં જે બેઠો છે એ તો અજર અમર પરમાત્મા તત્વ છે.
જેનાથી બધું સંચાલન થાય છે. આપણે તો આત્માઓ છીએ પરમાત્માના છીએ આપણું સાચું ઘર તો પરમાત્મા છે. આ સંસારમાં આપણે બે દિવસ પરોણા આવ્યા છીએ સમતા ભાવે વ્યવહાર પતાવી હાચા ઘેર જવાનું છે.આ સત્સંગ એ ભવ સાગર તરવા માટે છે ,બીજા કોઈ કામ માટે નથી. ‘ સોનુ તોલવા ના કાંટે સોનુ જ તોલાય,લાકડા ના તોલાય’ એમ ભક્તિ,
આપણા ગુરુજી ના બોધ વચન મુજબ જીવવું પડે તો ભક્તિ નું ફળ આવે ‘ડોડો પાકે પાના માં ને સંત પાકે કોઠામાં’. સદગુરુ એટલે ભગવાન. આપણને જે સત્પુરુષો મળ્યા એમની કૃપા તો જુવો આજે અબોલા જીવો મટે હવાડા બંધાય છે. અબોલા જીવો ની સેવા થાય છે એ બધી એમની કૃપા છે. ‘પર દુઃખે ઉપકાર કરે તોયે અભિમાન ન આણે રે’. મનુષ્ય અવતાર મળ્યો છે એ પરમાત્મા મય થવા માટે મળ્યો છે.