Western Times News

Gujarati News

25 લાખનું ઈનામ જે લીડર પર હતું તે લીડર છત્તીસગઢમાં ઠારઃ 29 નક્સલવાદીઓનો ખાતમો

(એજન્સી)કાંકર, લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. પોલીસે કાંકર જિલ્લાના માડ વિસ્તારમાં ૨૯ નક્સલવાદીઓને ઠાર કર્યા છે. આમાં નક્સલવાદી નેતા શંકર રાવ પણ સામેલ છે. તમામના મૃતદેહો મળી આવ્યા છે.

બીએસએફના સૂત્રોના જણાવ્યા અનુસાર ૩૦ નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જો કે, હજુ સુધી ૧૨ની પુષ્ટિ થઈ નથી. આ અથડામણમાં બીએસએફ ઈન્સ્પેક્ટર રમેશ ચૌધરી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. તેમાંથી ૨ ડીઆરજી કર્મચારીઓ છે. સ્થળ પરથી ૫ એકે-૪૭ મળી આવી હતી.

કાંકેર લોકસભામાં બીજા તબક્કામાં મતદાન થવાનું છે. આ માટે ઉમેદવારી ફોર્મ પણ ભરાયા છે. કાંકેરમાં ૨૬મી એપ્રિલે મતદાન થશે. તે જ સમયે, બસ્તર લોકસભામાં ૪ દિવસ પછી ૧૯ એપ્રિલે મતદાન થવાનું છે.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા શંકર રાવ અને લલિતા માડવી ડીવીસી રેન્કના નક્સલવાદી નેતાઓ હતા. બંને પર ૨૫-૨૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી ૪ ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે.

અહીં કબીરધામ જિલ્લામાં નક્સલવાદીઓ વિશે માહિતી આપનાર અને તેમની ધરપકડ કરાવનારને ૫ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. ઈનામ સાથે એસપી અભિષેક પલ્લવે પોલીસ વિભાગમાં સરકારી નોકરીની પણ જાહેરાત કરી છે. માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર ૭૮૯૮૮ ૧૫૩૯૯ પણ જારી કરવામાં આવ્યો છે. આ માટે જવાનો ગામે-ગામે દિવાલો પર નક્સલવાદીઓની તસવીરોવાળા પોસ્ટર લગાવી રહ્યા છે.

ગૃહ મંત્રાલયના રિપોર્ટ મુજબ છત્તીસગઢમાં કુલ ૧૪ જિલ્લાઓ નક્સલ પ્રભાવિત છે. જેમાં બલરામપુર, બસ્તર, બીજાપુર, દંતેવાડા, ધમતરી, ગરિયાબંધ, કાંકેર, કોંડાગાંવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનંદગાંવ, સુકમા, કબીરધામ અને મુંગેલીનો સમાવેશ થાય છે. આંકડા મુજબ છેલ્લા ઘણા સમયથી છત્તીસગઢમાં નક્સલી હુમલા વધ્યા છે.
કાંકેરમાં ૧૯મી એપ્રિલે એટલે કે પ્રથમ તબક્કામાં જ મતદાન થવાનું છે.

છત્તીસગઢના રાયપુર અને જગદલપુરની વચ્ચે આવેલા કાંકેર લોકસભા મતવિસ્તારમાં ૮ વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. કાંકેર ૧૯૯૮માં જિલ્લો બન્યો હતો. બીએસએફ દ્વારા સમગ્ર જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે અને નક્સલવાદીઓનો ખાતમો બોલાવવા ખાસ ટીમોને રવાના કરવામાં આવી છે. હાલમાં આ વિસ્તારની અંદર બીએસએફના જવાનો દરેક ગામોમાં ઝીણવટભરી તપાસ કરી રહ્યાં છે.

ત્યારે બીજીબાજુ નક્સલાવાદીઓના ગઢ સમાન છત્તીસગઢમાં આતંકવાદીઓ કોઈપણ સમયે હુમલો કરે તેવી દહેશત સેવાતી હતી. જેના પગલે ભારતીય જવાનોએ આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક બહાર પાડ્યું છે. અને આગામી દિવસોમાં આ ઓપરેશન વધુ સઘન બનાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.